રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 જુલાઈ, 2026| Super Admin

બનાસકાંઠા જિલ્લાના ગોળા-પીપળી રોડ પર બિનવારસી સરકારી રેકોર્ડ મળતાં ચકચાર

બનાસકાંઠા જિલ્લાના ગોળા-પીપળી રોડ પર બિનવારસી સરકારી રેકોર્ડ મળતાં ચકચાર

બનાસકાંઠા જિલ્લાના ગોળા- પીપળી રોડ પરથી સરકારી રેકર્ડનું એક પોટલું બિનવારસી હાલતમાં મળી આવતાં અનેક સવાલો ઉભા થયા છે. રસ્તા પર રઝળતું સરકારી રેકર્ડ મળ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા માં વાયરલ થયો છે, જેના પગલે સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

રસ્તે રઝળતા મળેલા રેકર્ડના પોટકા પર વર્ષ 1996થી 2010 સુધીના રેકર્ડનો ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે. આથી આ રેકર્ડ કયા સરકારી વિભાગનો છે અને કયા સંજોગો માં રસ્તા પર આવી પહોંચ્યો તે અંગે અનેક અટકળો ચાલી રહી છે. પ્રાથમિક ચર્ચા મુજબ, નાશપાત્ર સરકારી રેકર્ડનો નિયમ મુજબ નાશ કરવાને બદલે તેને પસ્તીમાં વેચી દેવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. એવી પણ ચર્ચા છે કે, ભંગાર લઈ જતી વખતે રેકર્ડનું પોટલું રસ્તામાં પડી ગયું હોઈ શકે છે.

સમગ્ર ઘટનાએ સરકારી દસ્તાવેજોની સુરક્ષા અને નિકાલ પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે આ રેકર્ડ કયા વિભાગનો છે અને તેમાં કોઈ બેદરકારી કે ગેરરીતિ થઈ છે કે નહીં તે અંગે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

ટેગ્સ:#Banaskantha

સંબંધિત સમાચાર