રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા1 ઑગસ્ટ, 2026| Super Admin

ડીસામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી: વીરેન પાર્કથી માર્કેટયાર્ડ રોડ પર આડેધડ ખોદકામથી વાહનચાલકો ત્રસ્ત

ડીસામાં કોન્ટ્રાક્ટરની લાપરવાહી: વીરેન પાર્કથી માર્કેટયાર્ડ રોડ પર આડેધડ ખોદકામથી વાહનચાલકો ત્રસ્ત

ખોદકામને કારણે કાર પલ્ટી મારી ગઈ; કોઈ જાનહાનિ નહીં પરંતુ મોટું નુકસાન, તંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ

ડીસા શહેરના અત્યંત ધમધમતા એવા વીરેન પાર્કથી માર્કેટયાર્ડને જોડતા માર્ગ પર હાલમાં ચાલી રહેલા રોડના કામકાજે વાહનચાલકો અને રહીશોની ઊંઘ ઉડાડી દીધી છે કોન્ટ્રાકટર દ્વારા કોઈ પણ પ્રકારના સુરક્ષાના સાધનો કે સાઇનબોર્ડ મૂક્યા વિના જ આડેધડ ખોદકામ કરી દેવાતાં આ રોડ હવે અકસ્માત ઝોન બની ચૂક્યો છે.​ગઈકાલે રાત્રિના સમયે સાંજના સમયે માર્કેટયાર્ડ તરફ જઈ રહેલી એક કાર આ આડેધડ કરાયેલા ખોદકામ અને માટીના ઢગલાના કારણે અચાનક સંતુલન ગુમાવતાં પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે કારમાં સવાર મુસાફરોનો બચાવ થયો હતો, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. અને કારચાલકને બહાર કાઢ્યો હતો  કોન્ટ્રાકટર દ્વારા રસ્તા પર ખોદકામ કરાયું છે. ત્યાં રાત્રિના સમયે દેખાય તેવા રેડિયમ બોર્ડ કે બેરિકેડ્સ મૂકવામાં આવ્યા નથી. અધૂરા મુકેલા કામના કારણે એક તરફ વરસાદ પડતા કાદવ કીચડ થતા વાહચાલકો અહીંથી પસાર થતા ડરી રહ્યા છે.

49.jpg 271.44 KB
જોકે ડીસા ​માર્કેટયાર્ડ તરફ જતો મુખ્ય રસ્તો હોવાથી વેપારીઓ, ખેડૂતો અને સામાન્ય જનતાને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવું પડે છે. ​સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્ર અને કન્ટ્રાક્ટરની આવી ગંભીર બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ બાબતે દખલગીરી કરે કોન્ટ્રાકટર સામે યોગ્ય કાર્યવાહી કરે અને રોડનું કામ વહેલામાં વહેલી તકે પૂરું કરાવી યોગ્ય સુવિધા પૂરી પાડે  જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ન સર્જાય.

સંબંધિત સમાચાર