રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા2 જુલાઈ, 2025| Super Admin

લાખણી તાલુકામાં સતત વરસાદથી બાજરીના પાકને વ્યાપક નુકશાન

લાખણી તાલુકામાં સતત વરસાદથી બાજરીના પાકને વ્યાપક નુકશાન
ઉનાળુ સિઝન નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી લાખણી સહિત જિલ્લામાં છેલ્લા પંદરેક દિવસથી સતત ઝરમરીયા વરસાદથી બાજરી સહિત ઘાસચારાને વ્યાપક નુકશાન થયું છે.જેથી ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. આ વખતે જિલ્લામાં વહેલો વરસાદ થયો છે. તેમાં પણ જૂન મહિનામાં વર્ષો પછી વધુ વરસાદ થયો છે. ખેડૂતો બાજરી સહિત ઉનાળુ પાકો લેવાની તૈયારી કરતા હતા તે સમયે જ છેલ્લા પંદરેક દિવસથી સતત વરસાદ વરસે છે. તેથી ખેતરોમાં કાપણી કરેલ બાજરી કોહવાઈ ગઈ છે જ્યારે ઉભી બાજરીના દાણા પણ કાળા પડી ગયા છે. સતત વહેલા વરસાદથી ઘાસચારો પણ સડી ગયો છે. તેથી ખેડૂતો સાથે પશુપાલકોની હાલત કફોડી બની જવા પામી છે. તેમ છતાં આજે થોડોઘણો ઉઘાડ નીકળતા ખેડૂતો વધ્યો ઘટ્યો બાજરીનો પાક લેવા લાગ્યા છે પણ હજી વરસાદ થવાની આગાહી છે. તેથી ખેડૂતો માટે ઉનાળુ સિઝન નિષ્ફળ નીવડી છે. જેને લઈ સરકાર નુકશાનનું વળતર ચૂકવે તો દેવામાં ડૂબેલા ખેડૂતો ચોમાસુ વાવેતર કરી શકે તેમ છે. જેથી ખેડૂત આલમમાંથી વળતર ચુકવવાની માંગ ઉઠવા પામી છે. હવામાન વિભાગની આગાહી; હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતાં રાજ્યમાં ફરી વરસાદનું જોર વધશે. આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત,સૌરાષ્ટ્ર અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે.જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ 3 થી 6 જુલાઈ દરમિયાન ભારે વરસાદ થવાની શકયતા છે.

સંબંધિત સમાચાર