રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 એપ્રિલ, 2025| Super Admin

પાલનપુરમાં કોન્સ્ટેબલ રૂ.25, 000 ની લાંચ લેતા ઝડપાયો

પાલનપુરમાં કોન્સ્ટેબલ રૂ.25, 000 ની લાંચ લેતા ઝડપાયો
પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નો કોન્સ્ટેબલ રૂ.25,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ફરિયાદીના મકાન ન તોડવા અંગે પોઝીટીવ રિપોર્ટ આપવા લાંચ માંગનાર પોલીસ કોનસ્ટેબલને ઝડપી લઈ પાલનપુર એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ, ફરીયાદી ઉપર પહેલા ગુનાઓ દાખલ થયેલ હતા. હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં કે ગેરકાયદેસર હોય તે મકાનોને તોડવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આરોપીએ આ પ્રકારની કાર્યવાહીની કોઈ જવાબદારી પોતાના હસ્તક ન હોવા છતાં આ કામના ફરિયાદીને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ કરવા સારું રૂપિયા.૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.જે ગેરકાયદેસર લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ના હોઇ ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ પાલનપુરના ડેરી રોડ પર શિવાલયા સોસાયટીની સામે, જાહેર રસ્તા ઉપર શેરડીના કોલા ઉપર લાંચનું છટકું ગોઠવ્યુ હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપી અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) (હોદ્દો-અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩, નોકરી- તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુર) ને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની રૂ.25,000 ની રકમ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર