રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા25 મે, 2026| Super Admin

હડાદમાં કોંગ્રેસનો ભગવો લહેરાયો: તા. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે કોંગ્રેસ વિજેતા

હડાદમાં કોંગ્રેસનો ભગવો લહેરાયો: તા. પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ પદે કોંગ્રેસ વિજેતા

બનાસકાંઠા જિલ્લાની નવનિર્મિત હડાદ તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસે ભવ્ય વિજય મેળવીને સત્તા હસ્તગત કરી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ યોજાયેલી આંતરિક ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે રવિન્દ્ર ડાભી અને ઉપપ્રમુખ પદ માટે રેખાબેન ગમાર વિજેતા જાહેર થયા છે.

હડાદ પંથક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે, જે આ ચૂંટણી પરિણામોમાં પણ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયું છે. તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો માટે યોજાયેલી આ ચૂંટણીમાં કોંગ્રેસની 12 બેઠકો સાથે બહુમતી છે.જ્યારે ભાજપની 3 અને એકમાં આમ જનતા પાર્ટીનો વિજય થયો છે.

તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ચૂંટાયેલા તમામ 16 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મતદાન દરમિયાન કોંગ્રેસના ઉમેદવારોને પોતાના પક્ષના તમામ 12 સભ્યોના મત મળ્યા હતા. જ્યારે એક રસપ્રદ રાજકીય સમીકરણમાં, આમ આદમી પાર્ટીના એકમાત્ર સભ્યએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું હતું. પરિણામે ભાજપના ઉમેદવારને કુલ 4 મત મળ્યા હતા.

નવા તાલુકાની આ પ્રથમ ચૂંટણી હોવાથી સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. કોંગ્રેસ પક્ષના આ નિર્ણાયક વિજય બાદ સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ વ્યાપી ગયો હતો. પરિણામો સત્તાવાર જાહેર થતાં જ હડાદ ખાતે કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને ઢોલ-નગારા સાથે એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.

સંબંધિત સમાચાર