રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા10 જુલાઈ, 2025| Super Admin

પાલનપુર નગરપાલિકામા ધરણાં પર બેસેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ બીજા દિવસે પારણાં કર્યા

પાલનપુર નગરપાલિકામા ધરણાં પર બેસેલા કોંગ્રેસ કોર્પોરેટરોએ બીજા દિવસે પારણાં કર્યા
પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની માંગણીઓ સંતોષવાની બાહેધરી આપતા સમાધાન પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં વીજ, પાણી, તુટેલા રોડ રસ્તા, ઉભરાતી ગટરો, બંધ સ્ટ્રીટ લાઇટો જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવાની માંગ સાથે પાલિકાના વિપક્ષ કોંગ્રેસ સભ્યો દ્વારા નગરપાલિકામાં અચોક્કસ મુદતના ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યાં હતા. જેમાં પ્રમુખ અને ચીફ ઓફિસરે તેમની માંગણીઓ સંતોષવાની બાહેધરી આપતા કોંગ્રેસના સભ્યોએ બીજા દિવસે ધરણાં સમેટી લીધા હતા. પાલનપુર નગરપાલિકા દ્વારા કોટ અંદરના વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર અને પાંચમાં તુટેલા રોડ રસ્તા, ભુવા, પીવાના પાણીની પાઇપોમાં તેમજ વાલ્વમાં લીકેજ, ભૂગર્ભ ગટરના જોડાણની કામગીરી,સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં ન આવતું હોય નગરપાલિકા ના વિપક્ષ કોંગ્રેસના અભ્યો દ્વારા આ વિસ્તારની સમસ્યાઓનું નિવારણ લાવવાની માંગ સાથે નગરપાલિકામાં બુધવારથી અચોકકસ મુદતના ધરણાં યોજવામાં આવ્યા હતા જેને તંત્ર હરકતમાં મુકાય જવા પામ્યું હતું. જોકે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરે ધરણાં પર બેઠેલા કોંગ્રેસના સભ્યોને તેમના વિસ્તારની સમસ્યાઓનું નિરાકરણ લાવવાની બાહેધરી આપવામાં આવતા બીજા દિવસે બપોરે કોંગ્રેસના સભ્યોએ પારણાં કરી ધરણાં સમેટી લીધા હતા.

સંબંધિત સમાચાર