રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ21 મે, 2026| Super Admin

પાટણ પોલીસ સ્ટેશનોમાં બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષાની સરપ્રાઇઝ વિઝિટ

પાટણ પોલીસ સ્ટેશનોમાં બાળ સંરક્ષણ આયોગ અધ્યક્ષાની સરપ્રાઇઝ વિઝિટ

'ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમ' બનાવવા આદેશ, પોક્સો કેસોની સમીક્ષા કરી

 ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા ધર્મિષ્ઠાબેન ગજરે પાટણ જિલ્લાના બી-ડિવિઝન અને સરસ્વતી પોલીસ સ્ટેશનોની ઓચિંતી મુલાકાત લીધી હતી.આ મુલાકાત દરમિયાન તેમણે કાયદાકીય જોગવાઈઓ,બાળ સુરક્ષાની સ્થિતિ અને પોકસો (POCSO) કેસોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી . પોલીસ સ્ટેશનોમાં બાળકો માટે 'ચાઇલ્ડ ફ્રેન્ડલી રૂમ'ની વ્યવસ્થા ન હોવાથી તાત્કાલિક તે ઊભી કરવા સૂચના આપી હતી.અધ્યક્ષાએ બંને પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી બાળ અધિકાર અને 'જુવેનાઇલ જસ્ટિસ એક્ટ'ના નિયમોનું પાલન થાય છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પોકસો કેસો અંગે પણ પૃચ્છા કરી હતી.

આ ચર્ચા દરમિયાન, સરસ્વતી પોલીસ સ્ટેશનના અધિકારીએ એક ટ્રેન્ડ તરફ ધ્યાન દોર્યું હતું. તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લામાં હાલમાં 15 થી 18 વર્ષની સગીર વયની દીકરીઓ ઘરેથી ભાગી જવાના કિસ્સાઓ મોટા પ્રમાણમાં સામે આવી રહ્યા છે, જેની પાછળ ઇન્સ્ટાગ્રામ સહિતના સોશિયલ મીડિયાનો પ્રભાવ મુખ્ય જવાબદાર પરિબળ છે.અધ્યક્ષાએ પોલીસ સ્ટાફને માર્ગદર્શન આપતા જણાવ્યું કે કાયદાના દાયરામાં આવતા બાળકો સાથે અત્યંત સંવેદનશીલતા અને બાળ સહજ ભાવથી કામ લેવું જોઈએ. બાળ કલ્યાણ સમિતિ (CWC) સમક્ષ રજૂ થતા બાળકો સાથે સંપૂર્ણપણે મૈત્રીપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં કામગીરી થતી હોવાનું સમિતિના ચેરમેને જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બાળ કલ્યાણ સમિતિના ચેરમેન તથા સભ્યો, અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી કેતનભાઈ પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સંબંધિત સમાચાર