રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા20 જૂન, 2026| Super Admin

છત્રાલા ગ્રામ પંચાયત: કરોડોના વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ, તપાસની માંગ

છત્રાલા ગ્રામ પંચાયત: કરોડોના વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ, તપાસની માંગ

ડીસા તાલુકાના છત્રાલા ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. સીમેન્ટના સીસી રોડ, પેવર બ્લોક અને ગટર લાઇન સહિતના વિવિધ કાર્યોમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી છે.

પ્રાથમિક માહિતી મુજબ, છત્રાલા ગામને ફાળવવામાં આવેલી રૂપિયા 11.50 કરોડની ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ દ્વારા ખોટા કામો દર્શાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ખાસ કરીને, ગામના રબારીવાસ વિસ્તારમાં જૂની ગટર લાઇનનું માત્ર સમારકામ કરીને તેને નવા કામ તરીકે દર્શાવવામાં આવી છે. આ રીતે ગટર લાઇનના કામમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ મામલે ડીસા તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા ગામની મુલાકાત લેવામાં આવી હતી. તેમણે ગામમાં થયેલા વિકાસકાર્યોનું સ્થળ નિરીક્ષણ કરીને ગેરરીતિના આક્ષેપોની તપાસ શરૂ કરી છે. છત્રાલા ગામમાં વિકાસના કામોમાં થયેલી આ મોટા પાયે ગેરરીતિ અંગે સઘન તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી છે.

ટેગ્સ:#Deesa

સંબંધિત સમાચાર