પાટણ જિલ્લાની ૭ બ્રાન્ચ પોસ્ટ ઓફિસોના પિનકોડમાં ફેરફાર

કાકોશી સબ પોસ્ટ ઓફિસ સાથે સંલગ્નતા, નવો પિનકોડ 384290 અમલમાં
પાટણ જિલ્લામાં પોસ્ટલ સેવાઓને વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીઝ,પાટણ ડિવિઝન દ્વારા તા.17 માચૅથી પાટણ સિદ્ધરાજ રોડ સબ પોસ્ટ ઓફિસ હેઠળ આવતી 7 બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને કાકોશી સબ પોસ્ટ ઓફિસ સાથે સંલગ્ન કરવામાં આવી રહી છે.આ નિર્ણય અંતર્ગત દશાવાડા, ધનાવાડા, કલ્યાણા, કાતરા સમાલ, કુંવારા, મેસર અને પચકવાડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસોને હવે પાટણ સિદ્ધરાજ રોડ સબ ઓફિસમાંથી ટ્રાન્સફર કરીને કાકોશી સબ ઓફિસ સાથે જોડવામાં આવશે.
આ પરિવર્તનને પગલે આ તમામ 7 બ્રાન્ચ પોસ્ટ ઓફિસોના પિનકોડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉનો પિનકોડ 384266 હવે બદલીને 384290 લાગુ કરવામાં આવ્યો છે. સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાના તમામ પત્રવ્યવહાર, દસ્તાવેજો તથા સરનામાંમાં નવો પિનકોડ 384290 નો ઉપયોગ કરે, જેથી પોસ્ટલ સેવાઓમાં કોઈ વિક્ષેપ ન આવે અને સમયસર સેવાઓ પ્રાપ્ત થાય.
સંબંધિત સમાચાર
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
પાટણપાટણના સિદ્ધિ સરોવર સુધી નવી પાઈપલાઈન માટે રૂ. 895.53 લાખના ખર્ચે કામગીરીને મંજૂરી
4 દિવસ પહેલા
પાટણપાટણમાં કપાસનો નીચો ભાવ: રૂ. 1812 થી હરાજી શરૂ થતા ખેડૂતોમાં રોષ
4 દિવસ પહેલા
