રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
બનાસકાંઠા16 મે, 2026| Super Admin

રસાણા પાસેનો ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો : રૂ.3.14 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને દબોચી લેવાયા

રસાણા પાસેનો ચેઇન સ્નેચિંગનો ભેદ ઉકેલાયો : રૂ.3.14 લાખના મુદ્દામાલ સાથે 4 આરોપીઓને દબોચી લેવાયા

બનાસકાંઠા પોલીસ દ્વારા ડીસાના રસાણા નજીક થયેલ ચેન સ્નેચિંગના ગુનાનો ભેદ  ગણતરીના કલાકોમાં ઉકેલી ચાર શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી 

ડીસાના રસાણા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ ઉપર બે બાઈક ઉપર આવેલા ચાર શખ્સોએ પેટ્રોલ પંપ માલિકને ઢોર મારમારી સોનાની માળા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા જે બાદ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધી પોલીસે અલગ અલગ ટીમો બનાવી ઘટનાને અંજામ આપી ભાગી છૂટેલા ચાર શખ્સોને પકડવા તપાસ આરંભી હતી.પોલીસની ટીમો દ્વારા અલગ અલગ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી આખરે મળેલી માહિતીના આધારે ડીસા આખોલ ચાર રસ્તા પાસેથી ચેન સ્નેચિંગ કરી ભાગેલા ચારેય શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. પકડાયેલા શખ્સોની પૂછપરછમાં તેમણે સાથે મળીને સમગ્ર ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હોવાની જાણકારી પોલીસે આપી છે.

એલસીબીએ પકડેલા પાટણ જિલ્લાના અરવિંદ ઉર્ફે અરૂણ ઠાકોર, સુમેરસિંહ ચૌહાણ, રાજુજી ઠાકોર, ભેમસિંહ ઠાકોર પાસેથી ઝૂંટવીને ભાગેલા સોના ની માળા ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે બાઈક અને મોબાઈલ સહિત કુલ 3,14, 600નો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે. ચારેય શખ્સો સામે ડિસા પોલીસ મથકે નોંધાયેલા ગુના મુજબ રૂરલ પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે બનાસકાંઠા એલસીબીના પીઆઈએ જણાવ્યું હતું કે 14 મેના રોજ ડીસાના રસાણા નજીક પાલનપુર ડીસા હાઈવે ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર આ ચારેય શખ્સો બે બાઈકો ઉપર પહોંચ્યા હતા અને પેટ્રોલ પંપના માલિકને મારમારી સોનાની માળા ઝૂંટવી ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસની ટીમો દ્વારા હ્યુમન સોર્સ અને સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી ચારેય શખ્સોને ઝડપી ડીસા રૂરલ પોલીસને સોંપવામાં આવ્યા છે અને સમગ્ર મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ છે.

નોંધનીય છે કે કોઈપણ ગુનાને અંજામ આપતા લોકો વિચાર નથી કરતા અને આખરે તેઓ પોલીસના હાથે ઝડપાઈ જતા જેલમાં જવાનો વારો આવે છે ત્યારે મોજશોખ કે પૈસા માટે પેટ્રોલપંપના માલિકને મારમારી સોનાની માળા ઝૂંટવી ફરાર થયેલા ચારેય લોકો હવે ખાખીના સંકજામાં આવતા જેલના સળિયા ગણવાનો વારો આવ્યો હોવાનું એસ.પી. પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર