રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જૂન, 2025| Super Admin

ડીસામાં CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન; ગુનેગારો ઉપર બાજ નજર રાખતી આંખ જ બંધ

ડીસામાં CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન; ગુનેગારો ઉપર બાજ નજર રાખતી આંખ જ બંધ
કન્ટ્રોલ રૂમ બંધ,એલઇડી ગુમ : લોકોની સલામતી ભગવાન ભરોસે બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મોટાભાગના કેમેરા હાલ બંધ હાલતમાં છે, અને પાલિકા કચેરી ખાતેનો કંટ્રોલ રૂમ પણ બંધ કરી દેવાયો છે. આ સ્થિતિમાં શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ મામલે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના સભ્ય વિજયભાઈ દવેએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કેમેરા ચાલુ કરવાની માંગ કરી છે. ડીસા નગરપાલિકા દ્વારા અગાઉના પ્રમુખ અને હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના કાર્યકાળ દરમિયાન જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ઠેર ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. દર વર્ષે કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવવામાં આવતા હતા. જોકે, સમય જતાં પાલિકામાં આવેલા પ્રમુખોના મેનેજમેન્ટના અભાવે આજે આ તમામ કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે. પાલિકા કચેરી ખાતે ઉભો કરવામાં આવેલો કંટ્રોલ રૂમ પણ બંધ કરી દેવાયો છે અને તેમાં ગોઠવવામાં આવેલી LED સ્ક્રીન પણ ગુમ છે. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે ફરજિયાત CCTV કેમેરા ગોઠવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ ડીસા શહેરમાં જાણે આ નિયમો અને જાહેરનામાને કોઈ ગણકારતું જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેર હાલ "રામ ભરોસે" હોય તેવી સ્થિતિ છે, અને જાહેર જનતાની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે. શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાતા વિરોધ પક્ષના સભ્ય અને વોર્ડ નં. 4 ના આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવેએ આ મામલે પહેલ કરી છે. તેમણે શહેરમાં બંધ પડેલા CCTV કેમેરા તાત્કાલિક અસરથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. નેત્રમ કેમેરાનું કામ ગોકળગતિએ એક તરફ ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે "નેત્રમ" કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, આ કામગીરી કરતી એજન્સી ગોકળગતિએ ચાલી રહી હોવાથી શહેરીજનોની સુરક્ષા વધુ જોખમમાં મુકાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શું ડીસા પાલિકા તંત્ર શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી, બંધ પડેલા CCTV કેમેરા ફરીથી કાર્યરત કરશે ?

સંબંધિત સમાચાર