રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા9 મે, 2026| Super Admin

છાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ

છાપી વિસ્તારમાં કેબલ ચોરી કરનારા શખ્સો પોલીસના સકંજામાં: મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ

બનાસકાંઠા પોલીસે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી કેબલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી 75,570 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.  જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે છાપી પોલીસે કાર્યવાહી કરી હતી.

નાયબ પોલીસ અધિક્ષક ડૉ.જે.જે.ગામીત અને પોલીસ ઈન્સપેક્ટર વી.પી.આહીરના માર્ગદર્શન હેઠળ, છાપી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે આરોપીઓને સીએનજી રિક્ષા સાથે પકડી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં અમરભાઈ રાજુભાઈ પટણી (રહે. છાપી જ્યોતિનગર, વડગામ) અને વિનુભાઈ જેઠાભાઈ દેવીપુજક (રહે. મહેંદીપુરા, માહી પાટિયા પાસે, વડગામ)નો સમાવેશ થાય છે. પૂછપરછ દરમિયાન, તેમણે છાપી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અલગ અલગ કેબલ ચોરીઓ કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રજીસ્ટ્રેશન નંબર GJ 08 AT 8830 વાળી સીએનજી રિક્ષા, ચોરી કરેલા કેબલ, ખુલ્લી મોટરો અને બાળેલા વાયર સહિત કુલ 75,570 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

સંબંધિત સમાચાર