રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા8 જૂન, 2025| Super Admin

અંબાજી-દાંતા તાલુકામાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયત અને 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ,મતદારોમાં ભારે ઉત્સાહ

અંબાજી-દાંતા તાલુકામાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયત અને 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ,મતદારોમાં ભારે ઉત્સાહ
અંબાજી સહિત દાંતા તાલુકામાં 10 સંપૂર્ણ ગ્રામ પંચાયત અને 29 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણીઓ યોજાશે જેનું આગામી 22 જૂને મતદાન થનાર છે ત્યારે દાંતા  મામલતદાર કચેરીએ સરપંચ અને વોર્ડના સભ્યો માટેના ફોર્મ ભરવા માટે ભારે ભીડ જોવા મળી રહે છે. જોકે આ વખતે ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાનાર છે ને અંબાજી ગ્રામ પંચાયતમાં આઠ વર્ષ બાદ ચૂંટણી આવી રહી છે તેને લઈ ચૂંટણી પર્વને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જ્યારે ઉમેદવારો નિરુત્સાહી જોવા મળી રહ્યા છે. જોકે હમણાં સુધીમાં કુલ આઠ સરપંચ માટેના અને વોર્ડ માટે 36 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે જ્યારે સેન્બલપાણી અને ભચડિયા ગ્રામ પંચાયતમાં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી જે જોતા ઉમેદવારી ભરાવાની છેલ્લી તારીખ 9 જુને સોમવારના રોજ બે થી ત્રણ પંચાયતો સમરસ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે અંબાજીની વાત કરીએ તો જ્યાં સરપંચની ઉમેદવારી માટે અગાઉ 12 થી 15 ઉમેદવારો ચૂંટણી લડતા હતા તેના બદલે આ વખતે હજી સુધી માત્ર ત્રણ જ ઉમેદવારી પત્રો ભરાય છે જ્યારે 18 વોર્ડમાં કુલ 34 જેટલા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જેમાં વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 5 માં એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયેલ નથી તારીખ 9 જૂન સોમવારે ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ હોવાથી તે દિવસે વધુ ફોર્મ ભરાવાની શક્યતાઓ સેવાઈ રહે છે અને જે સમરસ થવાની છે તે પણ સોમવારે બપોરના ત્રણ વાગ્યા પછી જાહેર થાય તેવું લાગી રહ્યું છે. અમે આ વખતે બેલેટ પેપરથી મતદાન થવાનું હોય મતદારોએ સાવચેતી રાખવાની પણ જરૂરિયાત જે ડી રાવલ તાલુકા વિકાસ અધિકારી દાંતા જણાવી રહી છે.

સંબંધિત સમાચાર