રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ22 જુલાઈ, 2025| Super Admin

પાટણના રેલવે ગરનાળા માગૅ પર આખલા યુદ્ધે અફરા-તફરી મચાવી

પાટણના રેલવે ગરનાળા માગૅ પર આખલા યુદ્ધે અફરા-તફરી મચાવી
સ્થાનિકોએ લાકડીઓ વડે આખલા ઓને ભગાડતા લોકોએ રાહત અનુભવી પાટણ શહેરના રેલવે ગરનાળા વિસ્તારમાં મંગળવારે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા અફરા તફરી મચી જવા પામી હતી. શહેરના ભરચક વિસ્તારમાં આ ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ લાકડીઓનો ઉપયોગ કરી આખલાઓને વિસ્તારમાંથી ભગાડ્યા હતા, જેના કારણે વેપારીઓ અને રાહદારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ નગરપાલિકાની રખડતા ઢોર નિયંત્રણની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શહેરના જાહેર માર્ગો પર વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાથી લોકોનું માનવું છે કે પાલિકાની ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ સીમિત છે. નગર પાલિકાની રખડતા ઢોર ડબ્બે કરવાની ઝુંબેશ અસરકારક ન હોવાનું સ્પષ્ટ થયું છે. આવી ઘટનાઓ શહેરીજનોની સલામતી માટે જોખમરૂપ બની રહી છે. લોકોમાં આ મુદ્દે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.પાલિકા તંત્ર દ્વારા શહેર માથી રખડતાં ઢોરની સમસ્યા નું કાયમી નિરાકરણ લાવવા લોક માગ ઉઠવા પામી છે.    

સંબંધિત સમાચાર