રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2025| Super Admin

બુઢેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું

બુઢેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાયના નાદ અને અશ્વોની હણહણાટીથી ગુંજી ઉઠ્યું
છઠ્ઠા દિવસે રાજ્ય કક્ષાના અશ્વ મેળાની મોજ માણવા જનમેદની ઉમટી પડી, બુઢેશ્વર મહાદેવ મંદીર ખાતે ૫૧ હજાર દિવડાની ભવ્ય મહા આરતી થસે; મેળાના રશીકોએ આનંદ મેળાની મોજ માણી: મેળાના છઠાં દિવસે મિસીસ ઇન્ડીયા કવીન સિદ્ધિ જોહરી પણ મહેમાન બન્યા હતા અને મેળા સમિતી દ્વારા એમનું સાફો અને અશ્વની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામના બુઢેશ્વર મહાદેવ મંદિરે સાત દિવસીય અશ્વ મેળો અંતિમ ચરણમાં પહોંચ્યો છે. જેમાં જાતવાન અને પાણીદાર અશ્વોની કમાલ અને આનંદ મેળાની મોજનો રોમાંચ પરાકાષ્ટા વટાવી ગયો છે.આ મેળામાં ભાગ લેવા આવેલ ગુજરાત,કાઠિયાવાડ, પંજાબ અને રાજસ્થાનના પાણીદાર અશ્વોની વિવિધ કરતબો સાથે પોલીસ દળના અશ્વો પણ પોતાની દિલધડક કરતબો બતાવી રહ્યાં છે. તેથી લાખણી તાલુકાનું નાનકડું એવું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ મંદિરના 'ઓમ નમ: શિવાય' ના નાદ અને અશ્વોની હણહણાટીથી ગૂંજી ઉઠ્યું છે. આજે છઠ્ઠા દિવસે પોલીસ અશ્વ દળના ઘોડાઓ દ્વારા અશ્વનું પ્રદર્શન ટેંટ પેગીંગ, જમ્પીંગ જેવા શો યોજાયા હતાં. પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા અશ્વોએ આજે રેવાળ, પાટીદોડ અને નાચ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યાં હતા.મેળાની મોજ માણવા દૂરદૂરથી જનમેદની મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. આજે ૫૧ હજાર દીવડાની મહાઆરતી; આજે સાતમા અને અંતિમ દિવસે મહા શિવરાત્રિ નિમિત્તે મેળો માણવા આવનાર દરેક ભાઈ -બહેનોને બપોરે પ્રસાદમાં શકરીયાનો શીરો અને બટાકાની ભાજી આપવામાં આવશે અને રાત્રે બુઢેશ્વર મહાદેવની એકાવન હજાર દીવડાની મહા આરતી કરવામાં આવશે.ત્યારબાદ વિજેતા અશ્વ સવારોને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા બાદ લોક મેળાની પૂર્ણાહુતિ થશે.તેમ આયોજકોએ જણાવ્યું હતું. મેળાના છઠાં દિવસે મિસીસ ઇન્ડીયા કવીન સિદ્ધિ જોહરી પણ મહેમાન બન્યા હતા અને મેળા સમિતી દ્વારા એમનું સાફો અને અશ્વની પ્રતિમા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંબંધિત સમાચાર