રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 મે, 2025| Super Admin

ડીસા પાસે ટ્રેનના અડફેટે યુવકના બંને પગ કપાયા; બે દિવસ બાદ યુવક ના હતા લગ્ન

ડીસા પાસે ટ્રેનના અડફેટે યુવકના બંને પગ કપાયા; બે દિવસ બાદ યુવક ના હતા લગ્ન

ડીસા નજીક ભીલડી રેલવે ફાટક પર એક ગમખ્વાર અકસ્માતમાં ૨૦ વર્ષીય યુવાન પ્રવીણ પ્રહલાદજી ઠાકોર (રહે. જુનાનેસડા ગામ) ટ્રેનની અડફેટે આવતા તેના બંને પગ કપાઈ ગયા હતા. આ ઘટના શનિવારે બપોરના સુમારે બની હતી, અને ચોંકાવનારી વાત એ છે કે આ યુવકના બે દિવસ બાદ લગ્ન થવાના હતા. પ્રાથમિક વિગતો મુજબ, પ્રવીણ ઠાકોર ભીલડી રેલવે ફાટક પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રેન આવી ચડતા તે તેની અડફેટે આવી ગયો હતો. આ અકસ્માતમાં તેને ગંભીર ઈજાઓ થતાં તેના બંને પગ કપાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના લોકો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત પ્રવીણને તાત્કાલિક ૧૦૮ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેને પાલનપુર રીફર કરવામાં આવ્યો હતો.  પરંતુ કમનસીબે, પાલનપુર લઈ જતી વખતે રસ્તામાં જ યુવકે અંતિમ શ્વાસ લીધા હતા.આ ઘટનાથી પરિવારજનો અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક પ્રવીણના આગામી બે દિવસ બાદ જ લગ્ન યોજાવાના હતા. લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત પરિવાર પર આ દુઃખદ સમાચાર તૂટી પડતાં શોકનું મોજું ફરી વળ્યું છે.

સંબંધિત સમાચાર