થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં મૃતદેહો મળવાનો ઘટનાક્રમ યથાવત રહેતાં શનિવારે ફરી બે મૃતદેહો મળી આવ્યા છે. બનાવને લઇને ચકચાર પ્રસરવા પામી છે. થરાદની નર્મદા નહેરમાંથી શનિવારે યુવક-યુવતી બંને પરણિત અને વાલ્મિકી સમાજના યુવક યુવતીના મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવી છે. થરાદની નર્મદા મુખ્ય કેનાલમાં ડેલ પુલ નજીકથી મળી આવેલા યુવક અને યુવતીના મૃતદેહને ફાયર બ્રિગેડની ટીમે બંને મૃતદેહને બહાર કાઢ્યા છે. બંનેની ઓળખ થઇ ગઈ છે. બંને પરણિત અને વાલ્મિકી સમાજના છે. ફાયર બ્રિગેડને ડેલ પુલ અને સણધર પુલ વચ્ચે મૃતદેહ હોવાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બંને મૃતદેહને બહાર કાઢી તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. મૃતક યુવક રામાભાઈ બે બાળકોનો પિતા છે, જયારે મૃતક યુવતી ભારતીબેન એક બાળકની માતા છે. બંનેના મોત અંગે કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી.
થરાદમાં નર્મદા કેનાલમાંથી બંને યુવક-યુવતીના મૃતદેહ મળ્યાં

ટેગ્સ:#tharad#Investigation#Narmada canal#Community Impact#Fire Brigade Response#Missing Persons#Bodies Found#Marital Status#Unexplained Deaths
સંબંધિત સમાચાર
બનાસકાંઠાડીસા શહેર દક્ષિણ પોલીસની દરોડાની કાર્યવાહી: ભોપાનગર ત્રિકમવાડી પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે 'રાષ્ટ્રીય રમત દિવસ'ની ભવ્ય ઉજવણી
1 દિવસ પહેલા
બનાસકાંઠાધાનેરા પોલીસની મોટી કાર્યવાહી: ટાટા સફારી કારમાંથી 228.7 કિલો પોષડોડા ઝડપાયા
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસાથી રણુજાધામ માટે પગપાળા સંઘનું પ્રસ્થાન: ૨૦૦થી વધુ પદયાત્રીઓ જોડાયા
1 દિવસ પહેલા
