રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
પાટણ24 ફેબ્રુઆરી, 2026| Super Admin

પાટણ જિલ્લામાં 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે : વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી

પાટણ જિલ્લામાં 26 ફેબ્રુઆરીથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થશે : વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી
30718 વિદ્યાર્થીઓ 40 કેન્દ્રો પર શાંતિપૂણૅ રીતે પરીક્ષા આપી શકે તે માટે વહીવટીતંત્રે તૈયારીઓ પૂર્ણ કરી વિદ્યાર્થીઓ માટે સવારે 7-00 થી રાત્રે 8-00 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા ધો. 10 (S.S.C.) તથા ધો. 12 (H.S.C.) સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ (રીપીટર/પૃથ્થક/ખાનગી ઉમેદવારો સહિત) ની બોર્ડ પરીક્ષાઓ તા. 26 ફેબ્રુઆરીથી તા.18  માચૅ દરમિયાન યોજાનાર છે. પાટણ જિલ્લામાં કુલ 30718 વિદ્યાર્થીઓ માટે 40 પરીક્ષા કેન્દ્રો પર સુચારુ આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિર્ભય તથા પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. ધોરણ 10 માટે જિલ્લામાં 22 કેન્દ્રો પર 18630 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.જયારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 14 કેન્દ્રો પર 10367 તથા વિજ્ઞાન પ્રવાહ માટે 4 કેન્દ્રો પર 1721 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. પરીક્ષાના સંચાલન માટે એસ.એસ.સી.માં 2 ઝોન અને એચ.એસ.સી.માં 1 ઝોન રચી સુવ્યવસ્થિત દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી અને આત્મવિશ્વાસપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ, સીસીટીવી દેખરેખ તેમજ તજજ્ઞો દ્વારા કાઉન્સેલિંગ સેન્ટરની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પરીક્ષા દિવસે હોલ ટિકિટ સાથે સમયસર કેન્દ્ર પર હાજર રહેવું તથા ઉતાવળ અને ગેરસમજ ટાળવી તે માટે ખાસ અનુરોધ કરવામાં આવે છે.વાલીઓ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન તથા જરૂરી માહિતી ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાટણ દ્વારા સરકારી શ્રીમતી કે.કે. ગર્લ્સ હાઇસ્કૂલ, ભદ્ર, પાટણ ખાતે સવારે 7 થી રાત્રે 8 સુધી કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે, જેના માટે સંપર્ક નંબર (02766) 231037 ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે.    

સંબંધિત સમાચાર