/શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
બનાસકાંઠા26 સપ્ટેમ્બર, 2026| Super Admin1 મિનિટ વાંચન
શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
શ્રી સર્વોદય એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ, ડીસા ખાતે તા.26-09-2026 શનિવાર ના રોજ કાયદાના વિદ્યાર્થીઓના શૈક્ષણિક તથા વ્યવહારુ જ્ઞાનમાં વધારો થાય તે હેતુસર BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લો વિષય પર ગેસ્ટ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું.
64.jpg164.66 KBકાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે એડવોકેટ મહેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને BNSS ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લો વિષય અંગે વિસ્તૃત અને પ્રેક્ટીકલ માર્ગદર્શક માહિતી આપી હતી. ખાસ કરીને ગુનાહિત કાયદાના વ્યવહારુ પાસાઓ, ઓનલાઇન વિવિધ કાયદાકીય એપ્લિકેશનો, કાયદાકીય કોર્ટની પ્રક્રિયા તથા મહત્વપૂર્ણ કાયદાકીય જોગવાઈઓ અંગે વિદ્યાર્થીઓને ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગેસ્ટ લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમજ વિવિધ કાયદાકીય પ્રશ્નો રજૂ કરી વક્તા પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું.65.jpg111.24 KBઆ પ્રસંગે સર્વોદય લૉ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ યશભાઈ મંડોરા તથા લૉ કોલેજના તમામ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે રિંકુબેન પઢિયાર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લૉ કોલેજના તમામ સ્ટાફગણ તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.