રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 મે, 2026| Super Admin

દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો

દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપનું શાસન, નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે ચાર્જ લીધો

દાંતા અને વડગામ વિધાનસભા પણ જીતીશું : જિલ્લા ભાજપ ઉપપ્રમુખ

બનાસકાંઠાની દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપે સત્તા હાંસલ કરી છે. તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ પિન્કીબેન ચૌધરી અને ઉપપ્રમુખ ભરત રાણાના પદગ્રહણ સમારોહનું ભાજપા મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપના આગેવાનો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ સમારોહ દરમિયાન નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું તિલક કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને હોદ્દેદારોએ તાલુકા પંચાયત કચેરીમાં કુમકુમ તિલક કરી વિધિવત્ પ્રવેશ કર્યો હતો.  12.39 ક.ના વિજય મુહૂર્ત સાથે કાર્યભાર સંભાળવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.નવનિયુક્ત પ્રમુખે તાલુકા પંચાયતના પ્રમુખ પદનો વિધિવત્ કાર્યભાર સંભાળ્યો હતો.    

 આ પ્રસંગે ભાજપના જિલ્લા ઉપપ્રમુખે જણાવ્યું હતું કે દાંતા તાલુકા પંચાયતમાં મળેલી જીત સંગઠનની એકતા અને કાર્યકરોની મહેનતનું પરિણામ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવનારા સમયમાં વડગામ અને દાંતા વિધાનસભાની બેઠકો પણ સો ટકા ભાજપ જીતશે. તેમણે ઉમેર્યું હતું કે માત્ર જીત જ નહીં, પરંતુ એક લાખ ટકા વિશ્વાસ સાથે ભાજપ આ બેઠકો પર વિજય મેળવશે. કાર્યક્રમ દરમિયાન ભાજપના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરોએ નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી.

સંબંધિત સમાચાર