રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી અંતર્ગત પાટણ શહેરના 15 જેટલા જુદા જુદા વિસ્તારોમાં હિન્દુ સંમેલનના આયોજનો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત શહેરના ટેલિફોન એક્સચેન્જ થી ગાયત્રી મંદિર અને લીલી વાડી વિસ્તારના કેશવ વસ્તીમાં પણ સમરસતાનાં ભાવ સાથે તા.14 મી ફેબ્રુઆરીને શનિવારે સાંજે 4-00 કલાકે વિલાજ પાર્ટી પ્લોટ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ હિન્દુ સંમેલન પૂર્વે તારીખ 13 મી ફેબ્રુઆરીની સાંજે ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલા શ્રી પદ્મેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતેથી કેશવ વસ્તીના સંયોજક યશપાલ સ્વામીના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકર્તાઓ દ્વારા ભગવા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે રેલીમાં અંદાજિત 100 થી વધુ સનાતન પ્રેમીઓએ જોડાઈ ડીજેના તાલે કેશવ વસ્તી વિસ્તારની 55 થી વધુ સોસાયટીમાં પરિભ્રમણ કરી નિજ સ્થાનકે રેલી સંપન્ન બની હતી. રેલીના માર્ગો પર સનાતન પ્રેમી હિન્દુ પરિવારજનોએ ઠેર - ઠેર પુષ્પવૃષ્ટિ કરી રેલીનું ભવ્ય સ્વાગત - સન્માન કરી સમગ્ર કેશવ વસ્તી વિસ્તારને સનાતન સંસ્કૃતિના રંગે રંગી હતી.
પાટણ કેશવ વસ્તી દ્વારા આયોજિત હિન્દુ સંમેલનના ઉપલક્ષ્યમાં બાઈક રેલી યોજાઈ

ટેગ્સ:#Bike Rally#Hindu Sammelan#Patan Keshav Vasti#100th anniversary#Shri Padmeshwar Mahadev Temple
સંબંધિત સમાચાર
પાટણસમી-હારીજ હાઇવે પર કારની અડફેટે બાઇક ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજયું
17 કલાક પહેલા
પાટણપાટણ નગરપાલિકા: પોર્ટલ ઠપ રહેતા જન્મ-મરણના દાખલા માટે લોકો પરેશાન
17 કલાક પહેલા
પાટણસિદ્ધપુરના પાનવાળાની દીકરી બની પાયલોટ: અડગ મન અને સખત મહેનતે આકાશને કર્યું સર !
1 દિવસ પહેલા
પાટણપાટણમાં ગટર લાઈનમાં છાશનો નિકાલ કરતા એકમો સામે પાલિકાની કડક કાર્યવાહી
1 દિવસ પહેલા
