રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા18 નવેમ્બર, 2025| Super Admin

ભાભરમાં જમ્મુ કાશ્મીરથી નિકળેલ બીએસએફ જવાનોની બાઇક રેલીનું સ્વાગત કરાયું

ભાભરમાં જમ્મુ કાશ્મીરથી નિકળેલ બીએસએફ જવાનોની બાઇક રેલીનું સ્વાગત કરાયું
૧૨ દિવસમાં ૧૬૪૮ કિલોમીટરનું અંતર કાપીને રેલી ભુજ પહોંચશે ૬૧ માં બીએસએફ સ્થાપના દિવસના સંદર્ભમાં રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય સુરક્ષામાં બીએસએફના ગૌરવશાળી યોગદાન અને ડ્રગ્સના દુરુપયોગ સામે લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી રાષ્ટ્રીય એકતા પર જાગૃતિ લાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા જમ્મુ- કાશ્મીરથી ભૂજ (ગુજરાત) સુધી એક મોટર સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, અને તે ૦૯ નવેમ્બર ૨૦૨૫ થી ૨૦ નવેમ્બર ૨૦૨૫ એમ ૧૨ દિવસ સુધી જમ્મુ  કાશ્મીરથી ભૂજ સુધી આશરે ૧૬૪૮ કિલોમીટરનું અંતર કાપીને સંદેશો આપવામાં આવનાર છે. આ મોટર સાઇકલ રેલીનો ભવ્ય ફ્લેગ ઓફ સમારોહ શહીદ વીર દેવ સ્ટેડિયમ,બીએસએફ કેમ્પ પલોરા ખાતે યોજાયો હતો, રેલીને ડિજી દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું, આ રેલીનો હેતુ રાષ્ટ્રીય એકતા અને દેશભક્તિનો સંદેશો ફેલાવવાનો છે. રેલીમાં ભાગ લેનારા અનેક રાજ્યોમાંથી પસાર થઈ આજે  સુઈગામ નડાબેટ બોર્ડરથી વહેલી સવારે ભાભર ખાતે આવી પહોંચતા ભાભર પીઆઈ એસ. ડી. ચૌધરી, પોલીસ સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.    

સંબંધિત સમાચાર