રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
રાષ્ટ્રીય13 જાન્યુઆરી, 2025| Super Admin

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા ત્રણ આતંકીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા ત્રણ આતંકીઓની ધરપકડ

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બારામુલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ત્રણેય આતંકવાદીઓ તાજેતરની આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હતા. આ આતંકીઓએ પટ્ટન વિસ્તારમાં આર્મી કેમ્પને નિશાન બનાવ્યું હતું. આર્મી કેમ્પ પર હુમલાની ઘટના બાદ પોલીસે એફઆઈઆર નોંધી હતી અને તપાસ બાદ પોલીસે હુમલામાં સામેલ ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. જે ત્રણ આતંકવાદીઓની પોલીસે ધરપકડ કરી છે. જેમાંથી એક મુક્ત થયેલો આતંકવાદી છે. આ આતંકીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ થોડા સમય બાદ તેને છોડી દેવામાં આવ્યો હતો. જો કે જેલમાંથી છૂટ્યા બાદ આ વ્યક્તિ ફરી આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ થયો હતો અને હવે પોલીસે તેની ફરી ધરપકડ કરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ ધરપકડો થઈ શકે છે.

સંબંધિત સમાચાર