રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2025| Super Admin

ભાભર રેલવે સ્ટેશને ભુજ- બાન્દ્રા ટ્રેનના વધામણા કરાયા

ભાભર રેલવે સ્ટેશને ભુજ- બાન્દ્રા ટ્રેનના વધામણા કરાયા
ભાભરથી અમદાવાદ, બરોડા, સુરત અને મુંબઈ જવા વાળા મુસાફરોમાં આનંદની લાગણી; ભાભર રેલ્વે સ્ટેશન ખાતે ભુજ બાન્દ્રા ટ્રેનનું સ્ટોપેજ મળ્યા બાદ ટ્રેન આવી પહોંચી હતી. તેના સ્વાગત માટે આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.અને લોકોએ ઉમળકાથી ટ્રેનના વધામણા કર્યા હતા. ભાભરના રાજકીય અને સેવાભાવી લોકો દ્વારા રેલવે મંત્રી અશ્વિનીકુમાર વૈષ્ણવને વારંવાર રજુઆતો કરવામાં આવી હતી. જેમના આદેશથી મુંબઈ પશ્વિમ રેલ્વે વિભાગના જી.એમ.અશોક મિશ્રાએ સર્વે કરી ભાભર રેલ્વે સ્ટેશન પર ભુજ બાન્દ્રા ટ્રેનના સ્ટોપેજ માટે મંજૂરી આપી હતી. જેથી ભુજ બાન્દ્રા ટ્રેનનું ભવ્ય સ્વાગત માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવાર અને શુક્રવારે દોડે છે. ભાભર ખાતે રાત્રે ૧૦ કલાકે સ્ટોપેજ આપવામાં આવતા લોકોએ હર્ષ ભેર રેલ્વે ટ્રેનનું અગરબત્તી અને દિવો પ્રગટાવી આરતી ઉતારી ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પેંડા વહેચી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી. ગામ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં શહેરના આગેવાનો હાજર રહ્યા હતા. જેના કારણે ભાભરથી અમદાવાદ બરોડા સુરત અને મુંબઈ જતાં મુસાફરોમાં હર્ષની લાગણી છવાઈ છે. અને રાત્રે જ મુંબઈ જવા માટે ટ્રેન મુસાફરીનો લાભ લીધો હતો.

સંબંધિત સમાચાર