રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા3 મે, 2025| Super Admin

ભોપાનગર ફાટકે ભાટસણની પરણીતાનું ટ્રેનની અડફેટે મોત

ભોપાનગર ફાટકે ભાટસણની પરણીતાનું ટ્રેનની અડફેટે મોત
ત્રણ બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી; ડીસાના ભોપાનગર ફાટક નજીક શનિવારે સવારના સુમારે એક મહિલાનું ટ્રેનની અડફેટે કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો અનુસાર સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના રહેવાસી આશાબેન કિરણભાઈ પરમાર (ઉં.વ. ૨૭) પરણીત હતા અને ત્રણ નાના બાળકોના માતા હતા, તેમનું શનિવારે ભોપાનગર ફાટક નજીક ટ્રેનની અડફેટે આવવાથી દુઃખદ અવસાન થયું છે. આ સમાચારથી સમગ્ર પંથકમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, તેમજ ડીસા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ ઘટના એક દુર્ઘટના હતી કે આશાબેને કોઈ કારણોસર આત્મહત્યા કરી હતી ? પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગેની ચોક્કસ માહિતી બહાર આવી શકશે. આશાબેનના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેમના ત્રણ નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના પરિવારજનો અને ગ્રામજનોએ આ ઘટના અંગે ભારે દુઃખ વ્યક્ત કર્યું છે અને શોકની લાગણી અનુભવી રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ જ આ દુઃખદ ઘટના અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે.તેમ પોલીસે જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર