રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 સપ્ટેમ્બર, 2025| Super Admin

પાલનપુર પ્રાંત કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

પાલનપુર પ્રાંત કચેરી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર અપાયું

બનાસકાંઠામાં ચાલુ વર્ષે ખેડૂતોએ મગફળીનું પૂરતા પ્રમાણમાં વાવેતર કર્યું છે. પણ ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ પાલનપુર પ્રાંત કચેરી પહોંચીને આવેદનપત્ર પાઠવી  સરકારને વિનંતી કરવામાં આવી છે કે સરકાર આ વર્ષે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં એવી વિચારણા કરી રહી છે કે 70 મણ મગફળી ખરીદશે જ્યાં ખેડૂતોએ  ટેકાના ભાવે 200 મણ મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી છે.જો સરકાર દ્વારા  દરેક ખેડૂતની 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવામાં નહી આવે તો ભારતીય કિસાન સંઘ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઉનાળામાં પણ વહેલા વરસાદના લીધે મગફળીમાં પુષ્કળ પ્રમાણમાં નુકશાની થયેલ છે અને તેનું પણ સરકારે વળતર આપેલ નથી.વર્તમાન ચોમાસામાં પણ મગફળીના ભાવ ખૂબ ઓછા હોવાથી ખેડૂતોની ચિંતા વધી છે. જો ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી નહીં કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પણ ૨૦૦ મણ કરતાં વધારે મગફળી ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી અન્યથા આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.    

સંબંધિત સમાચાર