રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા24 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેક્ટ : જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી

બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેક્ટ : જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી
25 મીએ ડીસાની બેઠકમાં આગળની રણનીતિ ઘડાશે વળતરમાં ભારે ભેદભાવને લઈ ખેડૂતો આંદોલનના મૂડમાં; બનાસકાંઠા જિલ્લામાં ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર ન મળતાં તેઓ નારાજ છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ સંતોષકારક પરિણામ ન આવતાં ખેડૂતો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં લાગ્યા છે. પાલનપુરમાં જિલ્લા કલેક્ટરને મળવા આવેલા જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારત માલા પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં ખેડૂતોમાં આક્રોશ વ્યાપ્યો છે.કારણ જમીન સંપાદનમાં સાચા ખેડૂતોને માત્ર 22 થી 25 રૂ.મીટર અને ઉદ્યોગપતિઓને 4300 થી 5000 રૂ.મીટર વળતર ચુકવવામાં આવે છે. આ હળાહળ અન્યાય અને ભેદભાવને લઈ ખેડૂતો લડી લેવાના મૂડમાં છે. તેથી આ લડતને આગળ વધારવા માટે 25 મી તારીખે ડીસા ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થશે અને થરાદથી ગાંધીનગરની ટ્રેકટર રેલી સહિત ભવિષ્યની રણનીતિ ઘડાશે. તેમજ આ બેઠકમાં આંદોલનની રૂપરેખા નક્કી કરવામાં આવશે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં યોગ્ય વળતરની તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે.

સંબંધિત સમાચાર