રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા8 ઑગસ્ટ, 2025| Super Admin

ભાભર પોલીસે ચોરીના બે બાઈક અને એક રિક્ષા ઝડપી ત્રણ આરોપીની અટકાયત

ભાભર પોલીસે ચોરીના બે બાઈક અને એક રિક્ષા ઝડપી ત્રણ આરોપીની અટકાયત

ભાભર તાલુકાના ભીમબોરડી ગામે બે બાઇક ચાલકો શકમંદ હાલતમાં ફરી રહ્યા હોવાની બાતમી આધારે પોલીસે તપાસ કરતા બન્ને બાઈકો ચોરીના હોવાનું બહાર આવ્યું હતું. જેથી બે આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલ રિક્ષા ભાભરમાંથી કબજે કરી એક આરોપીને પણ અટક કર્યો છે. જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળતાં ભીમબોરડી ગામે બે ઈસમો બાઇક સાથે શકમંદ હાલતમાં મળી આવતા પોલીસે યુક્તિ પ્રયુકતીપૂર્વક પુછપરછ કરતા એક બાઈક (નંબર GJ.08.CN 5399) ધાનેરા સિવિલ હોસ્પિટલમાંથી ચોરેલુ અને બીજું બાઈક (નંબર GJ.08. AM. 0195) થરાદ સિવિલ હોસ્પિટલમાંથી ચોરી કર્યાની કબૂલાત કરેલ. પોલીસે બંને ઈસમો રમેશ ઉર્ફે બચ્ચન હરજી ભરથરી રહે,સેડલા તા. થરાદ અને કનુ ઉર્ફે દિનેશ રામા વાલ્મીકિ રહે. લોદ્રાણી તાલુકોને અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ સોલા હાઇકોર્ટ અમદાવાદ સીટી પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાની રિક્ષા (નંબર GJ.01.TJ. 4104) સાથે આરોપી દશરથ સોમાભાઈ પરમાર (રહે. ઈન્દિરા નગર ભાભર) ને એસઓજી ટીમે પકડી ભાભર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. જેની વધુ તપાસ પોલીસ કરી છે.

સંબંધિત સમાચાર