રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
વાવ-થરાદ7 મે, 2026| Super Admin

ભાભર કોર્ટનો કડક આદેશ: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા

ભાભર કોર્ટનો કડક આદેશ: ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની જેલની સજા

ભાભર કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, કોર્ટે આરોપીને ફરિયાદીને રૂ.5,50,000/- ચૂકવવાનો પણ આદેશ કર્યો છે. જો આરોપી આ રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તેને વધુ બે માસની કેદ ભોગવવી પડશે.

મળતી વિગતો મુજબ, વાવ તાલુકાના ઈશ્વરીયા ગામના ઠાકોર મુકેશભાઈ હેદુજીને ઘરકામ માટે રૂપિયાની જરૂરિયાત ઊભી થઈ હતી. તેમણે ભાભર નવા ગામના રાઠોડ ચેહરસિંહ સિધ્ધરાજસિંહ પાસેથી રૂ.5,50,000/- હાથ ઉછીના લીધા હતા.

જ્યારે ફરિયાદી રાઠોડ ચેહરસિંહ સિધ્ધરાજસિંહે પોતાની રકમ પરત માંગી, ત્યારે આરોપી ઠાકોર મુકેશભાઈ હેદુજીએ તેમને રૂ.5,50,000/- નો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પોતાના ખાતામાં જમા કરાવતા તે રિટર્ન થયો હતો. કેસ કોર્ટમાં ચાલી જતા નામદાર જજે આરોપીને એક વર્ષની કેદની સજા ફટકારી હતી.

સંબંધિત સમાચાર