રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા11 મે, 2026| Super Admin

પાલનપુરના જગાણામાં રીંછ દેખાતા ફફડાટ; વન વિભાગે ભારે જહેમત બાદ રીંછને ઝડપ્યું

પાલનપુરના જગાણામાં રીંછ દેખાતા ફફડાટ; વન વિભાગે ભારે જહેમત બાદ રીંછને ઝડપ્યું

ખોરાકની શોધમાં રીંછ ગામડાઓમાં આવી પહોંચતા લોકોમા ભયનો માહોલ સર્જાયો

પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક આજે એક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી હતી.  જેમાં બનાસ ડેરીની બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.

સ્થાનિક લોકો દ્વારા રીંછને ખેતરમાંથી બહાર કાઢવા માટે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જેથી રીંછ કોઈ રહેણાંક વિસ્તારમાં પ્રવેશ ન કરે અને કોઈ જાનહાની ન સર્જાય. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે ચારથી પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. સવારેથી જ ફોરેસ્ટની ટીમ સતત ખેતરો અને આસપાસના વિસ્તારમાં મોનિટરિંગ કરી રહી હતી. આખરે ફોરેસ્ટ વિભાગ અને પોલીસની અથાગ મહેનત બાદ રીંછને સફળતાપૂર્વક રેસ્કયુ કરી પાંજરે પૂરવામાં આવ્યું હતું. સમગ્ર ઓપરેશન દરમિયાન ફોરેસ્ટ વિભાગે ખૂબ જ સતર્કતા અને કુશળતા દાખવી હતી, જેના કારણે કોઈપણ પ્રકારની જાનહાની ટળી હતી.

ગરમી અને પાણીની શોધમાં રીંછોનું રહેણાંક વિસ્તારમાં આગમન

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અનેકવાર રીંછ રહેણાંક વિસ્તારોમાં ઘૂસી આવતા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. પ્રાથમિક અનુમાન મુજબ ગરમીના કારણે પાણી અને ખોરાકની શોધમાં રીંછ જંગલ વિસ્તાર છોડીને માનવ વસાહત તરફ આવી જતા હોય છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં વધી રહેલી ગરમી અને પાણીની અછતને કારણે જંગલી પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ વળી રહ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર