બનાસકાંઠા LCB એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ ₹5,60,519 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 72 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની કિંમત ₹2,50,519 આંકવામાં આવી છે. આ દારૂ ગાડીમાંથી મળી આવ્યો હતો. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ સફળતા મળી હતી. પોલીસે વાહનચાલક અને દારૂ ભરાવનાર વ્યક્તિ વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠા એલસીબીએ દારૂની હેરાફેરી ઝડપી : રૂ.5.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સંબંધિત સમાચાર
બનાસકાંઠાપાલનપુર-અંબાજી હાઇવે પર મેરવાડા પાસે સ્કોર્પિયો ખાડામાં ખાબકી
1 કલાક પહેલા
બનાસકાંઠાવડગામના લિંબોઈ ખાતે સરસ્વતી કોલેજમાં પૂર્વ મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને ત્રિવેણી પર્વ ઉજવાયો
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસામાં મધરાત્રે ક્લોરિન ગેસ લીકેજથી ફફડાટ: તંત્રની ત્વરિત કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી
1 દિવસ પહેલા
બનાસકાંઠાઅંબાજી ગબ્બર કામાખ્યા શક્તિપીઠ: અંબુવાચી મહોત્સવ પૂર્ણ થતાં દર્શન પુનઃ શરૂ
1 દિવસ પહેલા
