રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા19 માર્ચ, 2025| Super Admin

બનાસકાંઠા; કોલ્ડ સ્ટોરેજના માલિકો ખેડૂતોના બટાકા લેતા ન હોઈ ખેડૂતોમાં રોષ

બનાસકાંઠા; કોલ્ડ સ્ટોરેજના માલિકો ખેડૂતોના બટાકા લેતા ન હોઈ ખેડૂતોમાં રોષ
શહીદ દિને કિસાન સંઘે આપ્યું કલેકટરને આવેદનપત્ર; બનાસકાંઠામાં ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ ખેડૂતોની વ્હારે આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આજે ખેડૂતોના પ્રશ્નોને લઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. સરકાર ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની સબસીડી આપે છે. ત્યારે બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના માલિકોએ મોટી કંપનીઓનો માલ ભર્યો છે. તેઓ ખેડૂતોના બટાકાનો માલ લેતા નથી. જેથી ખેડૂતોનો પકવેલો બટાકાનો માલ રઝળી રહ્યો છે. આ ઉપરાંત ટોલટેક્ષમાંથી મુક્તિ આપવા, નવા વીજ કનેક્શનો આપવા, તળાવો ભરવા અને રી-સર્વે જેવા પડતર પ્રશ્નોને લઈને કિસાન સંઘ મેદાનમાં આવ્યું હતું. કિસાન સંઘે ખેડૂતોને સાથે રાખીને જિલ્લા કલેક્ટર મિહિર પટેલને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું બનાસકાંઠા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ભગવાન ભાઇ પટેલે જણાવ્યું હતું. 19મી માર્ચ 1987માં શહીદ થયેલા ખેડૂતોની યાદમાં શહીદ દિને ભારતીય કિસાન સંઘે ખેડૂતોની માંગણીઓને લઈને આંદોલનનું રણશિંગૂ ફૂંકયું છે.

સંબંધિત સમાચાર