રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા26 ફેબ્રુઆરી, 2026| Super Admin

બનાસકાંઠા જીલ્લા કલેક્ટરે મોટી આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી

બનાસકાંઠા જીલ્લા કલેક્ટરે મોટી આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી

બનાસકાંઠા જીલ્લા કલેક્ટર મિહિરભાઈ પટેલે ગુરુવારે ડીસા તાલુકાની મોટી આખોલ ગ્રુપ ગ્રામ પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગામના વિકાસના કામોની સમીક્ષા કરી હતી અને આગામી સમયમાં ગ્રામ પંચાયતને વધુ સુદ્રઢ બનાવવા તેમજ ગ્રાન્ટમાં વધારો કરવાની ખાતરી આપી હતી. ​કલેક્ટર મિહિરભાઈ પટેલે પંચાયત વિસ્તારમાં બાકી રહેલા વિકાસલક્ષી કામો સત્વરે પૂર્ણ કરવા અને નવા જરૂરી પ્રોજેક્ટ્સ હાથ ધરવા અંગે ગ્રામ પંચાયતના હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. ગામમાં પાયાની સુવિધાઓમાં સુધારા- વધારા કરવા માટે તેમણે વહીવટી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.​આ પ્રસંગે મોટી આખોલના સરપંચ કમળાબેન વિજુસિંહ પરમાર તથા તલાટી કમ મંત્રી ઈન્દ્રજીતભાઈ એ. ચોરાસીયા દ્વારા કલેક્ટરનું સાફો પહેરાવી અને મોં મીઠું કરાવીને ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું.​આ મુલાકાત સમયે વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં​વિપુલભાઈ કે. બારોટ (મામલતદાર, ડીસા), દલપતસિંહ રાઠોડ (સર્કલ ઓફિસર),​પ્રિયંકાબેન ત્રિવેદી (રેવન્યુ તલાટી), ​ઈકબાલભાઈ ચાવડા (ક્લાર્ક),​પ્રેમજીભાઈ ઠાકોર (વી.સી.ઈ. ઓપરેટર)​ ઉપરાંત શૈલેષભાઇ ઠાકોર, કુંવરજી જાદવ અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહી કલેક્ટરના આ પ્રવાસને આવકાર્યો હતો. કલેક્ટરની આ મુલાકાતથી ગ્રામીણ સ્તરે વિકાસના કામોને નવી ગતિ મળશે તેવી આશા ગ્રામજનોએ વ્યક્ત કરી છે.    

સંબંધિત સમાચાર