રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 માર્ચ, 2026| Super Admin

બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો : પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી સામે અસંતોષ

બનાસકાંઠા કોંગ્રેસમાં ભડકો : પાલનપુર શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી સામે અસંતોષ
સાંસદ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે નિશાન : રાજીનામાંની ચીમકી બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં અસંતોષની આગ ભડકી ઉઠી છે. પાલનપુર શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે પાર્ટીના સભ્ય ન હોવા છતાં પેરાશૂટ ઉમેદવારને પ્રમુખ બનાવતા વિવાદ સર્જાયો છે. ત્યારે આજે પાલનપુર ખાતે પ્રેસ કોંફરન્સ યોજી શહેર કોંગ્રેસ અગ્રણીઓ એ રોષ ઠાલવ્યો હતો. જેઓએ આ નિમણૂંક રદ નહિ થાય તો રાજીનામાં ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા મામલો ગરમાયો છે. પાલનપુર શહેર કોંગ્રેસમાં પ્રમુખની વરણીને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પાલનપુર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખો સુરેશભાઈ પટેલ, મુકેશ ચૌહાણ અને ફતુભાઈ રાજવાણી સહિતના અગ્રણીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસી આગેવાનો દ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ પર સીધું નિશાન સાધતા જણાવ્યું હતું કે, પાર્ટીના સભ્ય ન હોવા છતાં કૌશલ પટેલની શહેર પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણયનો 70થી વધુ સભ્યો અને કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આગેવાનોનું કહેવું છે કે, આ નિમણૂક તાત્કાલિક રદ ન કરવામાં આવે તો તેઓ કોંગ્રેસમાંથી રાજીનામા આપશે અને કોંગ્રેસ કાર્યાલયને તાળા મારી વિરોધ નોંધાવશે. આ ઉપરાંત સાંસદ ગેનીબેન પર “પેરાશૂટ ઉમેદવાર” ઉતાર્યાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. જેને કારણે સ્થાનિક કાર્યકરોમાં અસંતોષ વધુ વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ઉભા થયેલા આ આંતરિક વિવાદથી બનાસકાંઠા કોંગ્રેસમાં રાજકીય ગરમાવો વધી ગયો છે.    

સંબંધિત સમાચાર