રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા17 જુલાઈ, 2025| Super Admin

બનાસકાંઠા; 169 મતદારો ધરાવતી અમીરપુરા ગ્રામ પંચાયત

બનાસકાંઠા; 169 મતદારો ધરાવતી અમીરપુરા ગ્રામ પંચાયત

બનાસકાંઠામાં થોડા દિવસ પહેલા સરપંચોની ચૂંટણી યોજાઈ હતી અને આ ચૂંટણી પહેલા અનેક નવીન ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. ત્યારે વડગામ તાલુકામાં પણ અમુક ગ્રામ પંચાયતોનું વિભાજન થયું હતું. જેમાં વડગામ તાલુકાની 222 લોકોની વસ્તી અને 169 મતદારો ધરાવતી હમીરપુરા ગ્રામ પંચાયતનું વિભાજન થતાં અમીરપુરા ગ્રામ પંચાયત સમરસ બની હતી. ત્યારે ગામમાં નવીન ગ્રામ પંચાયતના મકાન બનાવવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ યોજાયું હતું. ગુજરાત સરકાર દ્વારા ગામડાઓ માં સુવિધા વધે અને લોકોના કામ થાય તે માટે અનેક ગામડાઓમાં ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યારે વડગામ તાલુકાના અમીરપુરા ગ્રામ પંચાયત જે નવી સેંધણી ગૃપ ગ્રામપંચાયત માંથી વિભાજન થવાથી અમીરપુરા ગ્રામ પંચાયત સમરસ થઈ હતી. જેના સરપંચપદે દોલીબેન પટેલ તેમજ ડેપ્યુટી સરપંચ પદે પરથીભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. દરમિયાન, નવીન અમીરપુરા ગ્રામ પંચાયતમાં ગ્રામ પંચાયત મકાન બનાવવામાં આવ્યું હતું. જેનું આજે લોકાર્પણ કરાયું હતું. અમીરપુર ગામમાં 222 જેટલા લોકોની વસ્તી છે અને 169 મતદારો છે. એટલે આ પંચાયત સૌથી નાની પંચાયત માનવામાં આવે છે. ત્યારે આ ગ્રામ પંચાયતના લોકાર્પણને લઈને ગ્રામજનોએ કહ્યું હતું કે, ગુજરાતમાં સૌથી નાની પંચાયત અમીરપુરા ગ્રામ પંચાયત બની છે. સરકારે અમને અલગ પંચાયત આપી છે જે બદલ સરકારનો અમે આભાર માનીએ છીએ. અમારા ગામમાં પ્રથમ ચૂંટણીમાં સમરસ ગ્રામ પંચાયત બની છે. પંચાયતની આખી બોડી સમરસ થઈ છે અને મહિલાના હાથમાં સરપંચનું સુકાન સોંપવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર