રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા3 ફેબ્રુઆરી, 2026| Super Admin

બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ ઇન્સેટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે સી.એમ.ને પત્ર લખ્યા

બનાસકાંઠાની આશા વર્કર બહેનોએ ઇન્સેટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન આપવાની માંગ સાથે સી.એમ.ને પત્ર લખ્યા
માંગણીના સમર્થનમાં એક હજાર જેટલા પત્રો પોસ્ટ કર્યા બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતન, ઇન્સેટિવ સહિતની પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાંયો ચડાવી છે. આજે પાલનપુર ખાતે વિરોધ પ્રદર્શન કરી આશા બહેનોએ સી.એમ.ને સંબોધીને લખેલા પત્રો પોસ્ટ કરી ન્યાયની ગુહાર લગાવી હતી. બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. બનાસકાંઠા જિલ્લાની આશાવર્કર બહેનો આરોગ્ય ક્ષેત્રે અસરકારક સેવા ઓ આપી રહી છે. આશા વર્કર બહેનોને નજીવું વળતર આપી શોષણ કરાઈ રહ્યું છે. ત્યારે "ઓનલાઈન એન્ટ્રી નહિ તો ઇન્સેટિવ નહિ" આપવાના સરકારના પરિપત્ર સામે વિરોધ જતાવતા આશા વર્કર બહેનોએ લઘુત્તમ વેતનની માંગ કરી હોવાનું પ્રિયાબેન ગૌસ્વામી નામની આશા વર્કર બહેને જણાવ્યું હતું. જોકે, આજે આશા વર્કર બહેનો એ પોતાની માંગણી ના સમર્થન માં એક હજારથી વધુ પત્રો લખ્યા હતા. જે પત્રો સાથે આશા બહેનો રેલી સ્વરૂપે હેડપોસ્ટ ઓફિસે પહોંચી હતી. જ્યાં મુખ્યમંત્રીને સંબોધીને લખેલા પત્રો પોસ્ટ કર્યા હોવાનું આશા વર્કર યુનિયન, બનાસકાંઠાના પ્રમુખ પિન્કીબેન પરમારે જણાવ્યું હતું. જોકે, આશા વર્કર બહેનો ઇન્સેટિવ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતનની માંગ કરી રહી છે. જે માંગ નહિ સંતોષાય તો આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી હતી.  

સંબંધિત સમાચાર