રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય22 માર્ચ, 2025| Super Admin

રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી 

રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી 

(જી.એન.એસ) તા. 22

બિકાનેર,

રાજસ્થાનના પાંચ જિલ્લામાંથી મોટા પ્રમાણમાં ‘પોટાશ’ નો જથ્થો મળી આવ્યો છે. ‘પોટાશ’ એટલે કે ‘પોટેશિયમ’ની ખાણ મળી આવતાં રાજ્યની કિસ્મતમાં જાણે ચાર ચાંદ લાગી ગયા છે. આમ તો પોટાશનો માટાભાગે ઉપયોગ ખાતરોમાં થાય છે અને ભારત તેની આયાત કરે છે. જોકે હવે કેન્દ્ર સરકારે રાજસ્થાનમાં પોટાશનું ખાણકામ કરવા માટે મે મહિનામાં હરાજી કરવાની તૈયારી કરી લીધી છે. આ ભારતની પ્રથમ પોટાશ ખાણ હશે.

આ મુદ્દે વાત કરીએ તો, રાજસ્થાનના શ્રીગંગાનગર, હનુમાનગઢ, બિકાનેર, ચૂરુ અને નાગૌરમાં પોટાશની ખાણો મળી આવી છે. ભારતમાં અત્યાર સુધી ક્યાંય પણ પોટાશની ખાણ મળી નહોતી, જે કારણે આપણે કેનેડા, રશિયા અને તુર્કમેનિસ્તાનથી પોટાશ આયાત કરાવતા હતા. રિપોર્ટ અનુસાર, મળી આવેલી પાંચ ખાણમાં આશરે 2,476.58 મિલિયન ટન પોટાશ છે. નોંધનીય છે કે, પોટાશ મુખ્યત્વે છોડના સ્વસ્થ વિકાસ અને પાકની ગુણવત્તાને પ્રોત્સાહન આપવા માટે ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે, પરંતુ તેનો ઉપયોગ કાચના ઉત્પાદન, સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદન અને પાણી શુદ્ધિકરણમાં પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે, ભારત દર વર્ષે લગભગ પાંચ મિલિયન ટન પોટાશની આયાત કરે છે અને તે માટે લગભગ 10,000 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ ખર્ચવામાં આવે છે. ભારત સરકાર મુખ્યત્વે કેનેડા, રશિયા, તુર્કમેનિસ્તાન સહિતના અન્ય દેશોમાંથી આયાત કરે છે. 90 ટકાથી વધુ પોટાશ ખાતર તરીકે વપરાય છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર