રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા29 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવ તળીયે : ખેડૂતોની હાલત કફોડી

ડીસા સહિત જિલ્લામાં બટાટાના ભાવ તળીયે : ખેડૂતોની હાલત કફોડી
સીઝનના આરંભે માત્ર 90 થી 120 રૂ.નો ભાવ મળતા વાવણીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લો બટાટા હબ ગણાય છે. જે બટાટાના ભાવ જિલ્લાના અર્થતંત્ર પર અસર કરે છે પણ બટાટા કાઢવાની સીઝનના આરંભે જ બટાકા પકવતા ખેડૂતો હાલ 'પડતા પર પાટુ' જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. કારણ મોંઘા ભાવના બિયારણ, ખાતર અને કાળી મજૂરી બાદ તૈયાર થયેલો પાક હવે ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે ઉત્પાદન ઘટ્યા બાદ હવે બજારમાં મળતા તળિયાના ભાવને કારણે વાવણીનો ખર્ચ પણ નીકળે તેમ નથી.​ ડીસા તાલુકો રાજ્યમાં બટાટાના સૌથી વધુ વાવેતર માટે જાણીતો છે. જોકે, આ વર્ષે વાવણીના પ્રારંભિક તબક્કે જ થયેલા કમોસમી વરસાદે પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કમોસમી વરસાદથી હેક્ટર દીઠ જે ઉત્પાદન મળવું જોઈએ તેમાં ધરખમ ઘટાડો થયો છે.  ગત વર્ષે બટાટાના ભાવ પ્રતિ મણ રૂ.250 થી વધુ હતા, જેની સામે આ વર્ષે માત્ર રૂ. 90 થી રૂ.120 જેવો મામૂલી ભાવ મળી રહ્યો છે. ​હાલ ખેતરોમાં બટાટા કાઢવાની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ માર્કેટમાં પોષણક્ષમ ભાવ ન હોવાથી ખેડૂતો લાચાર બન્યા છે. મોંઘા ખાતર, બિયારણ, મજૂરી અને વિજ બિલના ખર્ચ સામે આજના બજાર ભાવ જોતા ખેડૂતોને દેવું કરીને ખેતી કરવાનો વારો આવ્યો છે. આ બાબતે ખેડૂતોએ જણાવ્યું હતું કે ​કુદરતે તો અમને આર્થિક ફટકો આપ્યો જ છે, પણ હવે બજારમાં ભાવ ન મળતા અમારે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. અમે સરકાર પાસે આશા રાખીએ છીએ કે ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.હાલ તો બટાટા પક્વતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ​ખેડૂતોની સરકાર સામે મીટ બટાટાના ભાવ સાવ તળીયે પહોંચી જતા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. અને લોન પણ ભરપાઈ કરી શકે તેમ નથી. ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર આ મામલે મધ્યસ્થી કરે અથવા કોઈ એવું પેકેજ જાહેર કરે જેથી આર્થિક નુકસાન ભરપાઈ થઈ શકે.જેથી ખેડૂતો ફરીથી પગભર થઈ શકે. જો આગામી દિવસોમાં ભાવમાં સુધારો નહીં આવે, તો જિલ્લાના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા બટાકાના તળીયાના ભાવથી જિલ્લાનું અર્થતંત્ર પણ હચમચી ઉઠે તેમ છે.  

સંબંધિત સમાચાર