રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા22 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસાના બનાસ નદીના પુલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો

ડીસાના બનાસ નદીના પુલ પર વિચિત્ર અકસ્માત સર્જાયો
દૂધના ટેન્કરે બસને ટકકર મારતા ચાર વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો બ્રિજની બન્ને સાઇડે વાહનોની લાઈનો લાગતા ટ્રાફિકજામ ડીસાના બનાસ નદીના બ્રિજ પર આજે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. પુરઝડપે આવી રહેલા એક દૂધના ટેન્કરે આગળ ઉભેલી બસને પાછળથી જોરદાર ટક્કર મારતા એકસાથે ચાર વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.અને ટ્રાફિક જામની સ્થિતિ ઉભી થઈ હતી. મળતી માહિતી મુજબ, બનાસ નદીના બ્રિજ પર વાહનો પસાર થઈ રહ્યા હતા ત્યારે સૌથી આગળ એક બસ ઉભી હતી, જેની પાછળ એક ઈકો ગાડી અને ત્યારબાદ અન્ય એક બસ ઉભી હતી. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા દૂધના ટેન્કરે ઉભેલી બસને ધડાકાભેર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે લાઈનમાં ઉભેલા ચારેય વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેના કારણે વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. ધૂમમ્સના કારણે ​આ ગંભીર અકસ્માતને જોતા મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. વાહનોમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે, જેથી તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ​અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ક્રેન અને અન્ય સાધનોની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને દૂધના ટેન્કર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

સંબંધિત સમાચાર