રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા21 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસામાં શંકરાચાર્યજીના અપમાન મામલે ભારે આક્રોશ છવાયો

ડીસામાં શંકરાચાર્યજીના અપમાન મામલે ભારે આક્રોશ છવાયો
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માફી માંગે તેવી માંગ ​પ્રયાગરાજમાં મૌની અમાસના પવિત્ર પર્વ પર જ્યોતિષ્પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામીશ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ અને તેમના અનુયાયીઓ સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલા દુર્વ્યવહારના વિરોધમાં ડીસા ખાતે એક મહત્ત્વની પત્રકાર પરિષદ યોજાઈ હતી. શાસ્ત્રી કિશોરભાઈ દવે અને ગાર્ગી પંડિતની આગેવાનીમાં યોજાયેલી આ બેઠકમાં ઉત્તર પ્રદેશ સરકાર અને પ્રશાસન સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.​ મૌની અમાસ પર સ્નાન માટે જઈ રહેલા શંકરાચાર્યજીને રોકી, તેમના શિષ્યો અને દંડી સ્વામીઓ સહિત ૪૦ થી વધુ લોકોની કોઈપણ કારણ વગર ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી. તેમજ શંકરાચાર્યજીના શિષ્યોને પોલીસ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, મહિલા સાધ્વીઓ પર પણ અત્યાચાર ગુજારી માનવાધિકારોનું ઉલ્લંઘન કરાયું હોવાનો આક્ષેપ કરાયો છે. સનાતન ધર્મમાં અનાદિ કાળથી શંકરાચાર્યની પેશવાઈ અને છત્ર સાથે સ્નાન કરવાની પરંપરા છે. પ્રશાસન દ્વારા શંકરાચાર્યનું 'છત્ર' છીનવી લેવામાં આવ્યું અને તેમની સાથે એક ગુનેગાર જેવું વર્તન કરવામાં આવ્યું, જે અક્ષમ્ય અપરાધ છે ​પત્રકાર પરિષદમાં ઉપસ્થિત મહાનુભાવોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આ કૃત્ય સનાતની પરંપરાની વિરુદ્ધ છે અને તેનાથી સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષ છે.ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ વ્યક્તિગત રીતે શંકરાચાર્યજીની સમક્ષ જઈ પ્રશાસનના આ કૃત્ય બદલ ક્ષમા યાચના કરવી જોઈએ. શંકરાચાર્યના પદ અને પ્રતિષ્ઠાને અનુરૂપ તેમને સન્માનપૂર્વક ગંગાસ્નાન કરાવી સરકારે આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ.​"શંકરાચાર્યનું સિંહાસન, છત્ર અને પાદુકા એ રાજા સુધન્વાના સમયની પરંપરા છે. આ છત્ર તોડીને પ્રશાસને સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુનું અપમાન કર્યું છે." શાસ્ત્રી કિશોરભાઈ, ગાર્ગી પંડિત સહિત ​આ પત્રકાર પરિષદમાં દંડી સ્વામી જ્યોતિર્મયાનંદ, મુકુંદાનંદજી, અનુરાગ શર્મા, દેવેન્દ્ર પાંડે સહિતના અનેક આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અને ન્યાય ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.    

સંબંધિત સમાચાર