પાલનપુરમાં બે દિવસ ધરોઈનું પાણી નહીં મળે

વાવ હેડવર્ક્સમાં ક્લિયર વોટર સંપની સફાઈ અને જીઈબીનું શટર ડાઉન
પાલનપુરમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ ધરોઈ પાણીનો પુરવઠો વાવ હેડવર્ક્સ ખાતે ક્લિયર વોટર સંપની સફાઈ અને જીઈબી શટ ડાઉનના કારણે બંધ રહેશે. ધરોઈ ડેમનું પાણી પાલનપુર શહેર ઉપરાંત આસપાસના પંથકમાં પહોંચાડવામાં આવે છે ત્યારે 21 અને 22 જાન્યુઆરી ના રોજ સંપની સાફ સફાઈ અને જીઈબી શટ ડાઉનના કારણે પાલનપુર શહેરમાં ધરોઈ આધારિત પાણી પુરવઠો બંધ રહેશે . 21 મી જાન્યુઆરીના રોજ સતલાસણા નજીક આવેલ વાવ હેડવર્કસ ખાતે પાણીની ગુણવત્તા જળવાઈ રહે અને નાગરિકોને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીનું શુદ્ધિકરણ કરીને પહોંચાડવામાં આવે છે જે સંપ ની નિયમિત રીતે સાફ સફાઈ કામગીરી કરવામાં આવે છે. તે કામગીરી હાથ ધરાતા ધરોઈનો પાણી પુરવઠો બંધ રહેશે.આ ઉપરાંત 22 મી જાન્યુઆરીના રોજ યુ.જી.વી.સી.એલ દ્વારા શટડાઉન હોઈ તે દિવસે પમ્પિંગ પ્રક્રિયા બંધ રહેતા બીજા દિવસે પણ પાણી પુરવઠો બંધ રહેશે. ધરોઈ પાણી પુરવઠો બે દિવસ બંધ રહેતા શહેરીજનોને પાણી કરકસરથી વાપરવા અપીલ કરવામાં આવી છે.
સંબંધિત સમાચાર
બનાસકાંઠાશ્રી સર્વોદય લૉ કોલેજ, કાંટ (ડીસા) ખાતે BNSS વિષય ઉપર ગેસ્ટ લેક્ચરનું આયોજન
1 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા ખાતે સિંચાઈ વિભાગના મદદનીશ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા
2 દિવસ પહેલા
બનાસકાંઠાડીસા કોલેજ સંકુલમાં થેલેસેમિયા સ્ક્રીનીંગ કેમ્પનું આયોજન
2 દિવસ પહેલા
બનાસકાંઠાચેક બાઉન્સમાં કોર્ટનો કડક ચુકાદો: મૂળ રકમ આપ્યા પછી પણ લટકતી રહેશે વળતરની તલવાર !
2 દિવસ પહેલા
