રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા16 જાન્યુઆરી, 2026| Super Admin

ડીસા-પાટણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો : થરી ઠક્કર સમાજના યુવકનું મોત નિપજ્યું

ડીસા-પાટણ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો : થરી ઠક્કર સમાજના યુવકનું મોત નિપજ્યું
કારનો કુરચો બોલી ગયો: અન્ય સવારો ગંભીર ઈજાગ્રસ્ત, સમગ્ર પંથકમાં શોકની લહેર ડીસા-પાટણ હાઇવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલી એક ઈનોવા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર માર્ગ સાઈડના ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગમખ્વાર દુર્ઘટનામાં થરી ઠક્કર સમાજના એક આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે.​ મળતી વિગતો અનુસાર, ડીસા-પાટણ હાઇવે પરથી પસાર થઈ રહેલી ઈનોવા કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી. ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા નીચે ઉતરી ગઈ હતી અને સીધી એક તોતિંગ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારના આગળના ભાગનો કુરચો બોલી ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા.​આ અકસ્માતમાં ભાવિન કમલેશભાઈ ઠક્કર નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. મૃતક યુવક થરી ઠક્કર સમાજનો હોવાનું સામે આવતા ડીસા પંથક સહિત સમગ્ર ઠક્કર સમાજમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. એક આશાસ્પદ યુવકના નિધનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.​અકસ્માત બાદ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.    

સંબંધિત સમાચાર