રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
બનાસકાંઠા10 જાન્યુઆરી, 2026| Super Admin

પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા લાભાર્થીઓને સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર માર્કેટયાર્ડ દ્વારા લાભાર્થીઓને સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો

પાલનપુર ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા અપાતી સહાયમાં વિસ્તારના જે ખેડૂતનું અવસાન અકસ્માતમાં થયેલ હોય જેની સહાય તેમજ ખેડુતોએ નવિન ટપક પદ્ધતિથી અપનાવેલ ફુંવારા સહાય આપવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર નવા માર્કેટયાડમાં આવેલી બજાર સમિતિ પાલનપુરના સહકાર અંતર્ગત અકસ્માત સહાય યોજના તેમજ નવીન ફુવારા અપનાવેલ ખેડૂત સહાય યોજનાનો  કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માર્કેટયાર્ડના ચેરમેન શામળ ભાઈ ધરિયા, વા.ચેરમેન યશવંતભાઈ પટેલ, ડિરેક્ટરઓ ભગુભાઈ પટેલ, ફતાભાઈ ધરિયા, લાલજીભાઈ કરેણ, કાનજીભાઈ પટેલ, ડી કે રાણા, દિનેશભાઈ કુણિયા, બાબુભાઈ પટેલ, દિનેશભાઈ જુઆ, મહેશ ભાઈ લોહ, વિજયભાઈ પટેલ, મિતભાઈ મોદી ના વરદ હસ્તે ખેડૂત લાભાર્થીઓને ચેકો વિતરણ કરવામાં આવ્યા હતા. બજાર સમિતિના સેક્રેટરી હેમુભાઈ લોહ ના માર્ગદર્શન હેઠળ આ.સેક્રેટરી અરવિંદભાઈ ખસોર, આંકડાશાસ્ત્રી ડોહજી ભાઈ પટેલ, દ્વારા સુંદર રીતે સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.અંતમાં કાર્યક્રમમાં પધારેલા સૌના માટે ભોજનની વ્યવસ્થા સુંદર રીતે ગોઠવણ કરવામાં આવી હતી.    

સંબંધિત સમાચાર