રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
બનાસકાંઠા28 મે, 2025| Super Admin

પાલનપુરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં છુટ્ટા હાથની મારામારી

પાલનપુરમાં અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં છુટ્ટા હાથની મારામારી
ન્યુ બસ પોર્ટ સામે છૂટા હાથની મારામારીથી લોકોમાં ભય ફેલાયો ઘટનાનો વિડીયો વાઇરલ થતા અસમાજિક તત્વોને પકડી લેવા પોલીસની કવાયત; પાલનપુરમાં મોડી સાંજે ન્યુ બસ પોર્ટ સામેના વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વો સામસામે આવી જઇ જાહેરમાં છૂટા હાથની મારામારી કરતા ઉત્તેજના ભર્યો માહોલ છવાઇ જતાં લોકોમાં ભય ફેલાયો હતો. જોકે ઘટનાનો વીડિયો વાઇરલ થતાં પોલીસે કાયદો હાથમાં લેનાર અસમાજિક તત્વોને પકડી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. પાલનપુરમાં અવાર નવાર અસમાજિક તત્વો કાયદાની ઉપરવટ જઇને જાહેરમાં મારા મારી કરી લોકોમાં ભય ફેલાવતા હોય છે જે વચ્ચે સોમવારે મોડી સાંજે ન્યુ બસ પોર્ટ આગળ બે જૂથ વચ્ચે કોઈ કારણસર તકરાર થતા આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જાહેરમાં બન્ને જૂથ વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી જેમાં સામ સામે પટ્ટા ચેઇન જેવી ચીજ વસ્તુઓ વડે એક બીજાને માર મારવામાં આવતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસના ડર વિના જાહેરમાં મારા મારી પર ઉતરી આવેલા અસમાજિક તત્વોની મારામારીનો વીડિયો વાઇરલ થતાં પશ્ચિમ પોલીસ દ્વારા લોકોમાં ભય ફેલાવનાર અસમાજિક તત્વોને ઝડપી લેવા ઘટના સ્થળે આસપાસમાં લાગેલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર