રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયુંવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાકેન્દ્ર સરકારનો નિર્ણય! કોમર્શિયલ LPG સપ્લાય પરથી હટાવી મર્યાદાડીસા હાઇવે પર લાખોનું ડ્રગ્સ ઝડપાયું
પાટણ15 માર્ચ, 2025| Super Admin

પાટણ મદારસા વિસ્તારમાં આવેલા પાલૅર પર અસામાજિક તત્વો એ ધમાલ કરતાં ભયનો માહોલ ફેલાયો

પાટણ મદારસા વિસ્તારમાં આવેલા પાલૅર પર અસામાજિક તત્વો એ ધમાલ કરતાં ભયનો માહોલ ફેલાયો
ધટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો પાલૅર માલિક દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠી; પાટણમાં અસામાજિક તત્વો ઉપર પોલીસની પકડ રહી ન હોય તેમ હવે અસામાજિક તત્વો જાહેરમાં પણ નિદોર્ષ લોકો પર લાઢીઓનો વરસાદ વરસાવી પોતાનો આતંક ફેલાવી રહ્યા હોય તેવી ધટનાઓ બનતી જોવા મળી રહી છે.  ત્યારે આવાજ કેટલાક અસામાજિક તત્વો એ શહેરના મદારસા ચોક નજીક ઓટો રિક્ષામાં આવી ને પાન પાર્લરના માલિક પાસે ઉધારમાં વસ્તુઓ માગતા જે વસ્તુઓ ઉધારમાં આપવાની વેપારીએ ના પાડતા ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો એ રિક્ષા માથી લાકડી ધોકા કાઢી વેપારી ઉપર હુમલો કરી પાન પાલૅર મા તોડફોડ કરી હોવાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિસ્તારના લોકો મા ફફડાટ સાથે આવા અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ બાબતે મળતી માહિતી મુજબ પાટણ શહેરના મદરસા વિસ્તારમાં આવેલા આશીર્વાદ પાન પાર્લર પર ધૂળેટીના બપોરના સુમારે ઓટો રિક્ષામાં આવેલા કેટલાક અસામાજિક તત્વો એ પાલૅર માલિક સંજયકુમાર મોદી પાસે વિમલ ગુટખા અને સોડાની બોટલ માંગી હતી. જે વસ્તુના સંજયકુમારે પૈસાની માંગણી કરતા અસામાજિક તત્વો એ તે માલ ઉધાર આપવા જણાવતા માલિકે ઉધાર આપવાની ના પાડતાં ઉશ્કેરાયેલા શખ્સો રિક્ષા માથી ધોકા, લાકડી અને છુટી ઈંટો તેમજ પાઈપ લઈને સંજયકુમાર અને પાલૅર પર ઉભેલા તેમના સાથી મિત્રો પર હુમલો કરી પાલૅરમાં તોડકોડ કરતાં વિસ્તારમાં સનસનાટી સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો. આ મામલે પાર્લર માલિકે ચાર અજાણ્યા અસામાજિક ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. મદારસા વિસ્તારમાં બનેલી આ ઘટનાનો સોશિયલ મીડિયામાં વિડિઓ પણ વાયરલ થયો હોય પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.

સંબંધિત સમાચાર