રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
બનાસકાંઠા21 મે, 2025| Super Admin

અમીરગઢ; કંસારા ગામના લોકોને પીવાનું પાણી મેળવવા રઝળપાટ તંત્ર સામે નારાજગી

અમીરગઢ; કંસારા ગામના લોકોને પીવાનું પાણી મેળવવા રઝળપાટ તંત્ર સામે નારાજગી
ગામની મહિલાઓને બે કિલો મીટર પંથ કાપી કુવાઓમાંથી ખેંચીને પાણી લાવવાની નોબત તંત્ર દ્વારા ઉનાળામાં પણ પાણીની સુવિધા કરવામાં ન આવતા ગામ લોકોમાં રોષ છવાયો; બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ અમીરગઢ તાલુકાના કંસારા ગામે રહેતા લોકો માટે તંત્ર પીવાના પાણીની સુવિધા પૂરી પાડવામાં ઉણું ઉતર્યું હોઇ ગામની મહિલાઓને બારેમાસ માથે બેડા લઈને પાણી માટે દૂર દૂર ભટકવાની તેમજ કુવામાંથી પાણી ખેચવાની ફરજ પડી રહી છે. જોકે તંત્ર ને અનેકવાર રજૂઆતો કરવા છતાં ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. અમીરગઢ તાલુકાના કંસારા ગામે પશુ પાલન અને ખેતીનો વ્યવસાય કરતા આદિવાસી સમાજના 50 થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. નાના સરખા આ ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. સરકાર લોકોને પોતાના ઘરે જ પાણી મળી રહે તે માટે નલ સે જલ યોજના બનાવી છે. પરંતુ આ ગામમાં હજુ નલ સે જલ યોજના મૃગજળ સમાન પુરવાર થઇ છે. ગામમાં પાણીની સુવિધાના હોવાને લઇ મહિલાઓને બે કિલોમીટર દૂર ચાલીને કુવામાંથી પાણી ખેંચવું પડી રહ્યું છે. જેમાં મોટા ભાગનો સમય પાણી મેળવવા પાછળ બરબાદ થઇ જતા મહિલાઓ અન્ય કોઈ કામ કરી શકતી નથી. જેને લઇ પશુઓનો નિભાવ મુશ્કેલ બન્યો છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વપરાશ વધી જતો હોઇ મહિલાઓને આકરા તાપમાં આખો દિવસ પાણી ભરવામા પસાર થઇ રહ્યો છે. જોકે ગામમા પાઇપ લાઇન મારફતે પાણી પૂરું પાડવા અનેકવાર રજૂઆતો કરવામાં આવી તેમ છતાં સમસ્યા ઠેરની ઠેર રહેતા લોકોમાં તંત્ર સામે ભારો ભાર નારાજગી જોવા મળી રહી છે. ગામમાં પાણીની વ્યવસ્થા કરવાની માંગ; કંસારા ગામના સવિતાબેન ગમાર નામની મહિલાએ જણાવ્યું કે અમારા ગામમાં પાણીની વ્યવસ્થા ન હોઇ અમારે ઘરેથી બે કિલોમીટર દૂર ચાલીને કુવા પર પાણી ખેંચીને ભરવું પડી રહ્યું છે. જેને લઇ મોટાભાગનો સમય પાણી ભરવામા બરબાદ થતો હોઇ અન્ય કોઈ કામ કરી શકતા નથી. જેને લઇ સરકાર દ્વારા અમારા ગામના પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. ટેન્કરથી પાણી આપો; ગ્રામજનોનો વલોપાત, કંસારાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગામમાં પાણીની વ્યવસ્થા ન હોઇ એક બેડા પાણી માટે દૂર દૂરના પંથ કાપવા પડે છે અને પાણીના અભાવે ચાર પાંચ દિવસે નાહવા મળે છે ત્યારે તંત્ર દ્વારા અમારા ગામને ટેન્કર મારફતે પાણી પૂરું પાડવા આવે તેવી અમારી માંગણી છે.

સંબંધિત સમાચાર