રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા26 જૂન, 2025| Super Admin

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાલનપુર વડગામ દાંતીવાડા વિસ્તારમાં વરસાદી ઝાપટા

બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે પાલનપુર વડગામ દાંતીવાડા વિસ્તારમાં વરસાદી ઝાપટા
વરસાદી માહોલ વચ્ચે બફારા અને ઉકળાટથી પ્રજાજનો તોબા પોકારી ઊઠયા ગુજરાત રાજ્ય પર વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે અનેક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેમાં છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે પાલનપુર વડગામ સહિત ના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો જોકે જિલ્લાના અન્ય વિસ્તારોમાં માત્ર સામાન્ય છાપટા પડ્યા હતા જેના કારણે વરસાદી માહોલ વચ્ચે પણ  ભારે બફારો અને ઉકલાટ વધતા પ્રજાજનો તોબા પોકારી ઊઠ્યા છે જિલ્લાના પૂર્વ ભાગોમાં વરસાદ નું પ્રમાણ વધારે રહ્યું છે જ્યારે અન્ય વિસ્તારોમાં હજુ સુધી સામાન્ય વરસાદ થયો છે જેના કારણે વાતાવરણમાં પણ હજુ સુધી ઠંડક પ્રસરી નથી જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ અથવા ગામની બે ત્રણ દિવસમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર ની આશા બંધાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં વરસાદની હાથ તાળીથી ખેડૂત વર્ગમાં પણ ચિંતા બનાસકાંઠા જિલ્લો પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યો છે ત્યારે મેઘરાજાનો ઇન્તજાર સૌથી વધુ હોય છે પરંતુ મેઘરાજા પણ હાથ તાળી આપતા હોય તેમ લાગી રહ્યું છે એકાદ બે.સેન્ટરમાં સામાન્ય વરસાદ બાદ મેઘરાજા પણ વિરામ લઈ રહ્યા છે ગુરુવાર ની વહેલી સવારે પણ ભારે ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું પરંતુ પાલનપુર વડગામ અને દાંતીવાડા જેવા વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય વરસાદ વચ્ચે આકાશી વીજળી પડતા નુકસાન થયાના અહેવાલો બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો હતો જેમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો જેની વચ્ચે આકાશ વીજળી પડતા પણ જિલ્લામાં કેટલા સ્થળોએ નુકસાન થયાના પણ અહેવાલો મળી ગયા છે. આર્દ્રા નક્ષત્રો વધુ વરસાદ થાય તો ખૂબ જ ઉપયોગી આ અંગે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે 21 જૂનથી આદ્રા નક્ષત્રો શરૂ થયા છે જેમાં જો આદરાનો નક્ષત્રમાં સારો વરસાદ થાય તો ખેતી માટે ખૂબ જ ઉપયોગી છે એવું કહેવાય છે કે જો વર્ષ આદરા તો બારેમાસ પાદરા જેથી આ નક્ષત્રમાં વરસાદ વરસે તેવું ખેડૂતો પણ ઉછી રહ્યા છે.

સંબંધિત સમાચાર