રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા5 સપ્ટેમ્બર, 2025| Super Admin

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું
અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ પરિવાર સાથે પુનઃમિલન અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં લાખો યાત્રાળુઓની ભીડ વચ્ચે 13 વર્ષની મોનિકા ભુરાભાઈ ડોડિયા ભટકી જતાં પરિવાર ચિંતામાં મૂકાયો હતો. મોનિકા ગભરાઈ જતા ન બોલી શકતી હતી કે ન તેને પોતાનું સરનામું યાદ આવતું હતું. બાળ સહાયતા કેન્દ્રના શિક્ષક મિત્રોની ટીમે તેને સુરક્ષિત રીતે મુખ્ય કન્ટ્રોલ પોઇન્ટ સુધી પહોંચાડી નોંધણી કરી હતી. ત્યાં શ્રવણકુમાર શ્રીમાળીની સતર્કતાથી મોનિકાએ કાગળ પર પોતાનું નામ અને ગામ લખ્યું. આ સુત્ર દ્વારા અંબાજી હેલ્પ ડેસ્કે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના કલેકટર અંકિત સિંહ સાથે સંપર્ક કર્યો હતો. પોલીસ અને સ્થાનિક અધિકારીઓના સહયોગથી પરિવાર સુધી માહિતી પહોંચાડવામાં આવી હતી. 15-18 કલાકની સતત કોશિશ બાદ મોનિકાને તેના પરિવાર સાથે ભાવનાત્મક પુન:મિલન કરાવવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન બાળ સહાયતા કેન્દ્રની બહેનો દ્વારા મોનિકાને પોતાની દીકરીને જેમ સાચવીને સંભાળ લેવામાં આવી હતી. આ ઘટના અંબાજી મેળામાં કાર્યરત ટીમની સતર્કતા, તંત્રની ઝડપ અને માનવીયતા ભરેલા પ્રયત્નોની જીવંત સાબિતી છે. પરિવાર સાથે પુન:મિલન થતા દીકરીના પરિવારે મુખ્ય કંટ્રોલના ઇન્ચાર્જ જિલ્લા આયોજન અધિકારી આઈ.એલ.પરમાર સહિત તમામ અધિકારી, કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર