રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા28 ફેબ્રુઆરી, 2025| Super Admin

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ

અંબાજી મંદિરે યુ.એસ.એ ગ્રુપ તરફથી એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ
અંબાજી મંદિર ખાતે USA ગ્રુપ તરફથી માતાજીને મૂલ્યવાન ભેટ અર્પણ કરવામાં આવી છે. ગ્રુપના સભ્યો દિનેશભાઈ ભટ્ટ અને માનસીબેન શર્માએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને એક ચાંદીનો થાળ, બે ચાંદીના વાટકા અને એક ચાંદીની આરતી ભેટ સ્વરૂપે આપ્યા છે. આ સમગ્ર ભેટની કુલ કિંમત 6,17,390 રૂપિયા છે. દાન કરાયેલી વસ્તુઓનું કુલ વજન 6 કિલો 494 ગ્રામ છે. આ દાન 27 ફેબ્રુઆરી 2025ના રોજ કરવામાં આવ્યું છે. શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ ગણાતા અંબાજી મંદિરમાં દરરોજ હજારો માઈભક્તો દર્શન કરવા આવે છે. મંદિરમાં સોના-ચાંદીના દાનનો પ્રવાહ અવિરત ચાલુ રહે છે. ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવે છે. સાથે સાથે યથાશક્તિ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમનું દાન પણ કરે છે. દેશ-વિદેશમાં વિખ્યાત એવા આ મંદિરમાં ભક્તોની આસ્થા અને શ્રદ્ધા સતત વધી રહી છે. યુએસએ ગ્રુપ દ્વારા કરવામાં આવેલું આ દાન મંદિરની સમૃદ્ધિમાં વધારો કરનારું બની રહ્યું છે.

સંબંધિત સમાચાર