રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh News●ટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાન●UGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યા●હિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટ●હવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી●સિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયા●પીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશે●દેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી●બનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ●મહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારી●ડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર●
બનાસકાંઠા6 જૂન, 2026| Super Admin

જુનાડીસા ગ્રામ પંચાયતમાં ગોટાળાના આક્ષેપ: તપાસની માંગ સાથે યુવાન ભૂખ હડતાલ પર

જુનાડીસા ગ્રામ પંચાયતમાં ગોટાળાના આક્ષેપ: તપાસની માંગ સાથે યુવાન ભૂખ હડતાલ પર

15 વર્ષના વિકાસ કામોનો હિસાબ જાહેર કરવાની માંગ; ગ્રામજનોના સમર્થન સાથે પંચાયત કચેરી સામે ધરણાં

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં ગ્રામ પંચાયત સામે વિકાસ કામોમાં ગેરરીતિ અને ગોટાળાના ગંભીર આક્ષેપોને લઈને વિરોધ ઉગ્ર બન્યો છે. ગામનો યુવાન વસીમ ચાવડા પોતાના સમર્થકો અને ગ્રામજનો સાથે ગ્રામ પંચાયત કચેરી સામે ભૂખ હડતાલ પર બેઠા છે. છેલ્લા 15 વર્ષ દરમિયાન ગામના વિકાસ માટે ફાળવાયેલી સરકારી ગ્રાન્ટના ખર્ચ અંગે પારદર્શક હિસાબ જાહેર કરવામાં આવે તેમજ થયેલા તમામ વિકાસ કામોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનકારીઓનો આક્ષેપ છે કે ગામમાં ગટર, રોડ-રસ્તા અને અન્ય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચાઈ હોવાના દાવા કરવામાં આવ્યા છે, પરંતુ સ્થળ પર અનેક કામો અધૂરા અથવા અસ્તિત્વમાં જ નથી. સરકારી નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં ?તેની તપાસ જરૂરી હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

વસીમ ચાવડાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી વિકાસના નામે વિવિધ યોજનાઓ હેઠળ ગ્રાન્ટ મેળવવામાં આવી છે, પરંતુ તેની સામે ગામમાં અપેક્ષિત વિકાસ જોવા મળતો નથી. જેના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ ફેલાયો છે. આંદોલનકારીઓએ માંગ કરી છે કે છેલ્લા 15 વર્ષના તમામ ખર્ચનો જાહેર હિસાબ રજૂ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સામે આવે તો જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે. હાલ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણાં અને ભૂખ હડતાલ ચાલુ છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

સંબંધિત સમાચાર